તમે બંને ખોટા કામ કરો છો, વિડીયો ઉતારી 1.50 લાખ પડાવનાર ત્રણ શખ્સોની શોધખોળ
અંકુરનગર મેઈન રોડ પર આવેલ સીટી સિલ્વર એપાર્ટમેન્ટમાં ઓળખીતા સાથે બેઠેલા યુવકને ત્યાં ઘસી આવેલા જયદીપસિંહ જાડેજા સહિતના શખ્સોએ વિડીયો ઉતારી તમે ખોટા કામ કરો છો કહી છરી બતાવી ખંડણી માંગી એક માસ દરમિયાન યુવક પાસેથી 1.50 લાખ પડાવી પરિવારને ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપતાં માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કોઠારીયા સોલાવન્ટમાં સીતારામ સોસાયટીમાં રહેતાં અજયભાઇ ભગવાનજીભાઇ ચૌહાણ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયદીપસિંહ જાડેજા, ભાર્ગવ અને અજાણ્યાં શખ્સનું નામ આપતાં માલવીયાનગર પોલીસે કલમ 386,114,120(બી),504,506 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, ગઈ તા.18.9નાં તે અંકુરનગર મેઈન રોડ ઉપર સિટી સિલ્વર એપાર્ટમેન્ટ પાસે હતો ત્યારે ત્યાં આરોપી ભાર્ગવ મળ્યો હતો.
જેને અગાઉ પણ તે એક વાર મળ્યો હોય ભાર્ગવે તેને પોતાના ઘરે ચા પીવા માંટેનું કહેતા તે તેના ઘરે જે સીટી સિલ્વર એપાર્ટમેન્ટમાં ચોથા માળે 405 નંબરના ફલેટમાં લઈ ગયો હતો. જયાં બન્ને બેઠા હતા ત્યારે એક શખ્સ ધસી આવ્યો હતો અને મોબાઈલમાં શુટીંગ ઉતારવા લાગ્યો હતો. આ સમયે તેણે તમે બન્ને અહિંયા ખોટા કામ કરવા માટે ભેગા થયા છો. તેમ કહેતા તેને ખોટું કામ કરવા ભેગા નથી થયા તેવું કહેતાં એ શખ્સ તેને ગાળો દઈ છરી બતાવી છરી મારવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ મોબાઈલમાંથી કોઈને ફોન કર્યો હતો. બાદમાં તે શખ્સ તેની પાસે રૂ.3 લાખની માંગણી કરી હતી. તેણે પોતાની પાસે પૈસા નહિ હોવાનું જણાવતા ફરીથી છરી મારવાની ધમકી આપી હતી. આથી તેણે પોતાના ખીસ્સામાં રહેલા રૂ. 2500 તેને આપી દીધા હતાં. જયારે અજાણ્યા શખ્સ તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં ત્રણ એટીએમ કાર્ડ હતાં, તે કાઢી લીધું હતું.
આ સમયે જયદિપસિંહ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. તેણે પણ સમાધાન પેટે રૂ.1.50 લાખ આપવાનું કહ્યું હતું. તેને આટલી રકમ નહિ હોવાનું કહેતા બન્નેએ ધાકધમકી આપી હતી. બાદમાં જયદિપસિંહ તેનું ધ્યાન રાખવા ફલેટમાં રોકાયો હતો. જયારે અજાણ્યા શખ્સ પોતાની પાસે રહેલી છરી જયદિપસિંહને આપી તેના માતાના એટીએમ એકાઉન્ટમાં રહેલા રૂ.3600 તેના એકાઉન્ટમાં ટ્રાન્ફર કર્યા બાદ એટીએમ કાર્ડ લઈ પૈસા ઉપાડી લીધા હતાં. જે અંગે ફરિયાદીના મોબાઈલમાં પ્રથમ 10 હજાર અને બાદમાં 6500 રૂપીયા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો. થોડીવાર બાદ અજાણ્યો શખ્સ પરત આવ્યો હતો. અને તેને તેના એટીએમ કાર્ડ પરત આપી દીધા હતાં. અને બન્નેએ વધુ પૈસા માટે દબાણ કરતાં ડરી ગયેલા અજયે તેને કટકે કટકે પૈસા આપીસ તેમ કહેતા બન્ને સહમત થયા હતાં. બાદમાં તેને ધક્કો મારી ફલેટમાંથી કાઢી મુકાયો હતો.
આરોપી જયદિપસિંહ તેને પૈસા માટે દબાણ કરતો હોય ગઈ તા.19.9 નાં 500 અને 5000 મળી બે વખત તેના ગુગલ-પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેને રોકડા 4500 ઉપાડી આપ્યા હતાં. તા.23નાં 15 હજાર મળી અલગ અલગ સમયે રૂ.1.50 લાખ આરોપીએ બળજબરીથી કઢાવ્યા હતાં. તેમજ આરોપી જયદિપસિંહ તેના તેની માતા અને કાકાના દિકરાનાં નંબર પર ફોન કરી પોલીસમાં કરેલી અરજી ને ફરીયાદ પાછી ખેંચી લેવા માંટે સતત દબાણ કરતો હતો. અને ફોન કરીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા અંતે કંટાળીને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી.બી.રાણા અને સ્ટાફે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.