લખતર તાલુકાના કારેલા ઢાંકી લીલાપુર ગામમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ની કામગીરીકરવામાં આવી - At This Time

લખતર તાલુકાના કારેલા ઢાંકી લીલાપુર ગામમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ની કામગીરીકરવામાં આવી


લખતર તાલુકાના કારેલા ઢાંકી લીલાપુર ગામમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ રેડ કરવામાં આવી
પીજીવીસીએલ વિજિલન્સ ટિમ દ્વારા ત્રણેય ગામમાં આશરે એકસો કનેક્શન ચેક કરી સતર કનેક્શનમાં ગેરરીતિ ઝડપી પાડીલખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ટીસી ઉપર મુકવામાં આવેલ મીટર અને ઘરમાં મુકવામાં આવેલ મીટરના રીડિંગમાં ઘણો બધો તફાવત આવી રહ્યો છે આથી પીજીવીસીએલની વિજિલન્સ ટિમ દ્વારા મીટર રીડિંગમાં તફાવત આવતા ગામમાં કોર્પોરેટ રેડ કરવાનું નક્કી વીજ ચોરી ઝડપી લઈ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે તેના ભાગરૂપે પીજીવીસીએલની વિજિલન્સ દ્વારા જુદીજુદી ટિમ બનાવી કોર્પોરેટ રેડ કરવાના ભાગે રૂપે લખતર તાલુકાના ઢાંકી કારેલા લીલાપુર ગામમાં 100 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી 11 વીજ કનેક્શન ધારકો સામે વીજ ધારા કલમ 126 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વીજ ધારા કલમ 135 મુજબ 6 વીજ કનેક્શન ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે વીજ ચોરીમાં પકડાયેલ વીજ કનેક્શન ધારકોને આશરે લાખનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.