VCCI એક્સ્પોમાં મહિલા સશક્તિકરણ , ઇ - વ્હીકલ , નોલેજ શેરિંગના પાસા કેન્દ્રમાં રહેશે. - At This Time

VCCI એક્સ્પોમાં મહિલા સશક્તિકરણ , ઇ – વ્હીકલ , નોલેજ શેરિંગના પાસા કેન્દ્રમાં રહેશે.


વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેર તથા મધ્ય ગુજરાતના ઉદ્યોગો માટે 6 વર્ષ બાદ ફરી એક વખત 11 મું ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે . 27 થી 30 જાન્યુઆરી દરમિયાન VCCI એક્સપો 2023 યોજાશે . જેમાં 9 લાખ સ્ક્વેરફીટમાં 16 ડોમમાં 500 થી વધુ સ્ટોલનું આયોજન કરાયું છે . એક્સપોના ચેરમેન હિમાંશુ પટેલે જણાવ્યું કે , એક્ઝિબિશનમાં ભાગ લેનાર કંપનીઓ માટે નવતર પ્રયાસ કર્યો છે . કંપનીઓને વેપાર - વિકાસની તક મળે તે માટે રિઝર્વ બાયર સેલર મીટનું આયોજન કરાયું છે . ગુજરાત અને બહારની કંપનીઓને આમંત્રિત કરાશે . 100 કંપનીઓને આમંત્રિત કરી વેન્ડરો સાથે મુલાકાત કરાવાશે . સાથે ઈલેક્ટ્રીક વ્હીકલ પર ધ્યાન કેન્દ્રિત થશે . જ્યારે સૌથી વધુ ધ્યાન નોલેજ શેરિંગ સાથે ઇનોવેટિંગ આઈડિયા નામની લેક્ચર સિરીઝ પણ એક્સપોમાં હશે . ઇનોવેટિવ ઇન્ડિયા 2047 નામ સાથે આયોજન થઈ રહ્યું છે . વુમન એમ્પાવરમેન્ટ અને પાવર કોન્ફરન્સ સહિતના વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે . પહેલી વખત પાર્ટિસિપન્ટ્સ 100 મોટી કંપનીઓ માટે ફ્રી સ્પેસ અપાશે . શનિવારે આ એક્સપોના થયેલા સત્તાવાર લોન્ચિંગમાં 50 % બુકિંગ થઈ ગયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું . લોન્ચિંગ કાર્યક્રમમાં ફિક્કીના ચેરમેન ગીતા ગોરડીયા સહિત અનેક સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા . કાર્યક્રમમાં જલેન્દુ પાઠકે પોતાના વિચારો રજૂ કર્યા હતા . આ એક્સપોર્ટ ની મદદથી વેપાર ઉદ્યોગને બુસ્ટ મળશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.