એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા કુલ 89 આંગણવાડી કેંદ્રોને સ્વાસ્થ્ય કીટનુ જિલ્લા ICDS અધિકરીના હસ્તે કરવામા આવ્યુ.
બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.
ભરુચ: નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા ચાલતો આંગણવાડી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ભરુચ જિલ્લાની કુલ 89 આંગણવાડીઓના બહેનોએ સ્વાસ્થ્ય કીટ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત આઇ. સી.ડી.એસ.શાખા સહયોગથી કરવામા આવ્યો હતો. જેમા કુલ ૮૯ બહેનોએ ઉત્સહાભેર ભાગ લિધો.
આ કાર્યક્રમ માં પ્રોગ્રામ ઓફિસર, કશ્મિરા સાવન મેડ્મ, યોગેશ દુબે એસ.આર.એફ પ્લાંટ જૉલવા , સરપંચ ઈદ્રીસ પટેલ, તલાટી ઋતુબેન , અને ભરુચ જિલ્લાનાની આંગણવાડી વર્કર બહેનો અને નેત્રંગ તાલુકા કર્યોકરો બહેનો આજ રોજ હાજર રહ્યા હતા. કુલ ૧૨૦ જેટલા લોકો હાજર રહ્યા હતા અને ૮૯ જેટલા આંગણવાડીના બાહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત મહેનમનો નાા હસ્તે દીપ પ્રાગટ્ય થીકરવામા આવ્યું. અને આંગણવાડી વર્કર બહેનોને ગુલાબ ની પાંખડીઓ થી સ્વાગત કરવામાં આવ્યું.
આમંત્રિત મુખ્યમહેમાન કાશ્મીરાબેન સાવંત એ સંબોધન કર્યું જેમાં તેમને કહ્યું કે SRF ના સપ્રોટ થી ખસો ફેર પડ્યો છે આંગણવાડી ને રીનોવેશન કરીને અને કલરકામ અને બલા પેન્ટિંગ કરીને ખૂબ શરસ આંગણવાડી બનાવી છે અને SRF Foundation ઘ્વારા આંગણવાડી બહેનો ને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને એમ પણ કીધું કે ICDS તરફ થી પણ અમે SRF ને સપોર્ટ કરવા તૈયારી બતાવી હતી.
કર્યક્ર્મ મા ગામની આંગણવાડીના બાળકો ઘ્વારા કવિતા ગાવામાં આવી. પહેલી કવિતા ગોળ ગોળ મમ્મી ની ચંદલી ગોળ બીજી કવિતા માછલી જલકી રણી હૈ. ત્યારબાદ ઝાડેશ્વર ના આંગણવાડી વર્કર હંસાબેન અને અલ્પાબેન દ્વારા પોતનો અનુભવ વિશે વાત કરી કે SRF દ્વરા આંગણવાડી ને રિનોવેશન કરિને એક મોડ્લ આંગણવાડી બનવામા સારી મદદ કરી છે અને દરેક બાળકો એમનો સારો એવો ઉપયોગ કરે છે.
ત્યારબાદ આંગણવાડી કીડ ને પધારેલ મહેમાનના હસ્તે આંગણવાડી વર્કર બાહેનો ને સ્વાસ્થ્ય કીટ વિતરણ કરવામાં આવ્યું. જેમા દરેક આંગણવાડી કેંદ્રોને બાળકો માટે અરિશો, કસ્કો, નૈલક્ટર, હાથ ધોવ માટેનો રુમાલ, અને કચરા પેટી જેવી વસ્તુઓની કિટ આપવામા આવ્યુ હ્તુ.
ત્યારબાદ પધારેલ મહેમન જોડે આંગણવાડી ની મુલાકાત કરાવવા માં આવી અને SRF foundation તરફ થી આપેલ વર્કર બુક અને સ્વાધ્યાય પોથી બતાવવા માં આવી. અને આંગણવાડી માં રીનોવેશન કર્યું હતું તે બતાવ્યું SRF તરફ થી અર્ધ ચંદ્ર આકાર ના ૬ ટેબલો અને 30 ખૂર્શી આપવા માં આવેલી તે આંગણવાડી માં ગોઠવેલા હતા તે બતાવ્યા.
ત્યારબાદ સ્કૂલ માં મુલાકાત કરી અને પ્રિન્સીપલ જોડે મુલાકાત લીધી અને SRF દ્વારા ડિજીટલ ક્લાસરૂમ અને પ્રિન્ટ રિચ ક્લાસ રૂમ અને સાઈન્સ રૂમ , લાઇબ્રેરી ને સપોર્ટ કરીએ છીએ તે બતાવ્યું.
ત્યારબાદ ગ્રામ પંચાયત પર જઈ ને સરપંચ ની મુલાકાત લીધી અને SRF ને સપોર્ટ કરવા કહેવામાં આવ્યુ અને SRF પણ તમને મદદ રૂપ થશે એવું કહેવામાં આવ્યું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.