શિવાલય સેન્ટર હોમ આશ્રમના લાભાર્થે શિવકથા માં રાજકીય અગ્રણી તથા સંતો મહંતો ની પધરામણી. - At This Time

શિવાલય સેન્ટર હોમ આશ્રમના લાભાર્થે શિવકથા માં રાજકીય અગ્રણી તથા સંતો મહંતો ની પધરામણી.


મૂળીના જસાપર ખાતે શિવાલય સેન્ટર હોમ આશ્રમના લાભાર્થે શિવકથા ચાલી રહી છે. ત્યારે આ શિવ કથામાં આજુબાજુના ગામના લોકો શિવકથા નો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે. કથાની વ્યાસપીઠ ઉપર જગદીશ મહારાજ સંગીતમય શૈલીમાં શિવ કથા નું રસપાન શ્રોતાજનોને કરાવી રહ્યા છે. આ કથામાં સાતમા દિવસે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાવીરભાઈ ખાચર ચોટીલા (રાજવી પરિવાર) ધીરુભાઈ સિંધવ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય આગેવાનો સાથે ધજાળા લોમેવધામ મંદિર મહંત ભરતબાપુ તથા ભાણેવધામ મંદિર મહંત રામકુબાપુ તથા સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉપસ્થિત મહાનુભવોએ આશ્રમમાં ઉદાર હાથે ફાળો આપ્યો હતો. આ પ્રસંગે વઢવાણ બ્રહ્મ સમાજની મહિલા આગેવાનો તેમજ સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજ મહિલા પાંખના આગેવાનો પણ ઉપસ્થિત રહેવા સાથે સંસ્થાના પ્રમુખ નીતાબેન જાનીનું સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ પ્રસંગે નાની નાની બાળાઓએ નવ દુર્ગાનું રૂપ લઈ ગરબે રમતા વાતાવરણ માં શિવ ભક્તિ નો મહિમા ગુંજી ઉઠ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image