*બોટાદ જિલ્લામાં તા.૧૮ થી ૨૨ જુલાઇ દરમિયાન લેવાનારી ધો-૧૦ તથા ધો-૧૨ ની પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ*
*બોટાદ જિલ્લામાં તા.૧૮ થી ૨૨ જુલાઇ દરમિયાન લેવાનારી ધો-૧૦ તથા ધો-૧૨ ની પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ*
-----------------
માહિતી બ્યુરો, બોટાદ : બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન ગુજરાત માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ–૧૦ તથા ધોરણ-૧૨ ની જુલાઇ-૨૦૨૨ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ધોરણ-૧૦ ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૦૧:૧૫ કલાક અને ધોરણ–૧૨ ની સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૦૩:૦૦ થી સાંજના ૦૬:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૦૦ કલાક દરમિયાન ધોરણ-૧૦ ના કુલ-૦૬, ધોરણ–૧૨ (સામાન્ય પ્રવાહ) ના કુલ–૦૨ અને ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ના કુલ–૦૧ પરીક્ષા કેન્દ્રો ઉપર આ જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
બોટાદ જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ / ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ કરવા પર, મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જવા પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.