રાજકોટ શહેરની ભાગોળ સુધી દીપડો આવી ગયાની ચર્ચા, વન વિભાગે પાંજરા મૂકી સર્ચ હાથ ધર્યું, વાડીમાં ખુલ્લામાં કોઈએ સૂવું નહીં - At This Time

રાજકોટ શહેરની ભાગોળ સુધી દીપડો આવી ગયાની ચર્ચા, વન વિભાગે પાંજરા મૂકી સર્ચ હાથ ધર્યું, વાડીમાં ખુલ્લામાં કોઈએ સૂવું નહીં


રાજકોટ જિલ્લા બાદ શહેરની ભાગોળે દીપડો દેખાયો હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી વાયુવેગે ફેલાય રહી છે. પાંચ દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વાગુદડ નજીક દીપડાને ગ્રામજનોએ જોયા હોવાની માહિતી બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. જે બાદ શહેરની ભાગોળે શનિવારે મુંજકા અને ગઈકાલે કણકોટ નજીક દેખાયો હોવાની માહિતી ગ્રામજનો દ્વારા વન વિભાગને આપવામાં આવતા બન્ને વિસ્તારમાં સર્ચ શરૂ કરી બન્ને જગ્યાએ પાંજરાં મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લોકોને ડરવાની જરૂર નથી એવી અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.