બોટાદના સરવા ગામે ગૌશાળા ની ગાયોના મોત થતા ગ્રામજનો દ્વારા બોટાદ મામલતદાર તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બોટાદના સરવા ગામે ગૌશાળા ની ગાયોના મોત થતા ગ્રામજનો દ્વારા બોટાદ મામલતદાર તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું


બોટાદના સરવા ગામે ગૌશાળા ની ગાયોના મોત થતા ગ્રામજનો દ્વારા બોટાદ મામલતદાર તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

બોટાદ તાલુકાના સરવા ગામે એક ગૌશાળા નામથી ગૌશાળા આવેલ છે જેમાં આશરે 400 થી 500 જેટલા પશુઓ ને રાખવામાં આવેલ છે આ ગૌશાળામાં ગ્રામજનો દ્વારા અચાનક મુલાકાત લેતા આ ગૌશાળામાં આશરે 10 જેટલા ગાયોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ ત્યારબાદ ગ્રામજનો દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આ ગૌશાળામાં ગાયોને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નથી તેમજ આ ગૌશાળામાં કોઈપણ જાતની સાફ-સફાઈ રાખવામાં આવતી નથી તેમ જ અન્ય કોઈ માણસો કે દાડીયા પશુઓના કાર્ય માટે રાખવામાં આવતા નથી ફક્ત બે જ વ્યક્તિઓ દ્વારા આ ગૌશાળા નું સંચાલન કરતા હોય અને આ ગાયોને પૂરતો ઘાસચારો ન મળવાથી આશરે દસેક જેટલી ગાયોના મૃત્યુ થતાં ગ્રામજનોમાં અરેરાટી ફેલાવવા પામેલ હતી.અને હજુ પણ આ સંચાલકોનીઅણ આવડતના કારણેવધુ ગાયોના મૃત્યુ ન થાય તે હેતુથી સરવા ગામના ગ્રામજનો દ્વારા બોટાદ મામલતદાર તેમજ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ છે કે આ ગૌશાળા ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરેલ છે તેમજ તેની પણ તપાસ કરવા માંગ કરેલ છે તેમજ આ ગૌશાળા ના સંચાલકો દ્વારા જે સરકારશ્રી તરફથી જે કોઈપણ ગ્રાન્ટ લઈ અને પશુઓને ભૂખ્યા રાખ્યા હોય તે તમામ ગ્રાન્ટ વસૂલ કરવી તેમજ આ ગૌશાળા માંથી ગાયોને છોડાવી અને વધુ મૃત્યુ ન થાય તેવા હેતુથી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાવવા પણ માગણી કરેલ છે તેમજ આ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવેલ છે .

રિપોર્ટ:- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.