લુણાવડા જનરલ હોસ્પિટલ ના નવીન મકાનનું ઈ-ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વરદહસ્તે રાજકોટ ખાતે થી વિવિધ વિકાસકાર્યો નો લોકાર્પણ અને શિલાન્યાસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વરદહસ્તે રાજકોટ ખાતે થી 33.16 કરોડના ખર્ચે નવનિર્મિત લુણાવડા જનરલ હોસ્પિટલ ના નવીન મકાનનું ઈ-ઉદ્દઘાટન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે હાજરી આપી*.
*લુણાવાડા માટે આ હોસ્પિટલ આરોગ્યના આશિષ સાબિત થશે.ગરીબ દર્દીઓને પૈસાના અભાવે સારવારમાં તકલીફ ન પડે તેની કાળજી આ હોસ્પિટલમાં રાખવામાં આવશે. આ અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણમાં સહયોગ આપનાર સૌ કોઈને અભિનંદન પાઠવું છું.આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ,સાંસદશ્રી રતનસિંહજી રાઠોડ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી સી.વી.લટાં,અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા,અગ્રણીશ્રી જે.પી.પટેલ,જનરલ હોસ્પિટલ અધિક્ષકશ્રી,આરોગ્ય અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રી,ડોક્ટરો,પાર્ટીના હોદ્દેદારો,કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.