જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પદ્મશ્રી નાના ચુડાસમાજી ના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોની સંસ્થા આસ્થા ટ્રસ્ટ બોટાદમાં બીજલભાઈ લખમણભાઈ માલકીયાના સૌજન્યથી ભોજન અપાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પદ્મશ્રી નાના ચુડાસમાજી ના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોની સંસ્થા આસ્થા ટ્રસ્ટ બોટાદમાં બીજલભાઈ લખમણભાઈ માલકીયાના સૌજન્યથી ભોજન અપાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પદ્મશ્રી નાના ચુડાસમાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના દિને દિવ્યાંગ બાળકોની સંસ્થા આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સ્નેહ નું ઘર બોટાદ ખાતે શ્રી બીજલ ભાઈ લખમણ ભાઈ માલકીયાના સૌજન્યથી કેરીના રસ સાથે, શાક, રોટલી, દાળ ભાત અને પાપડનું ભોજન બાળકોને પીરસવામાં આવેલ. બાળકો કેરીના રસ સાથેના સ્વાદિષ્ટ ભોજનથી આનંદિત થયેલ.આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા, પૂર્વપ્રમુખ લાલજીભાઈ કળથીયા, મુકેશભાઈ જોટાણીયા, સમીરભાઇ દોશી, જીતેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી, હેતવી રોજેસરા, આસ્થા ટ્રસ્ટના બકુલાબેન ભીમાણી વિગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.