ભલગામ મિડલ સ્કૂલખાતે વકૃત્વ સ્પર્ધા યોજાય
મિડલ સ્કૂલ ભલગામ વકૃત્વ સ્પર્ધા યોજાય
વિસાવદરતા.વિસાવદર તાલુકાના ભલગામ ગામે મિડલ સ્કૂલમાં વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ બગસરાના રજત જયંતિ વર્ષ ઉજવણી અંતર્ગત "હું પ્રકૃતિ રક્ષક કેવી રીતે બની શકું ?"તે વિષય પર મિડલ સ્કૂલ ભલગામમાં વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયા સંયોજક અરવિંદભાઈ રાઠોડ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ . પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને ટ્રસ્ટ દ્વારા રોકડ પુરસ્કાર અનુક્રમે રૂ. 500 રૂ. 350 અને રૂ. 250 નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ. આ સ્પર્ધામાં પ્રથમ ધાધલ યોગેશ્વરી દ્વિતીય બામરોલીયા હેત અને તૃતીય વાળા ઉર્વીશા નંબર પ્રાપ્ત કરેલ . આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષક શ્રી ઠુંમર સાહેબે કરેલ હતું.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.