**ઝાલોદ BPVM ભીલ પ્રદેશ વિધાર્થી મોર્ચા દ્વારા માસુમ બાળકીના હત્યારા ગોવિંદ નટને ફાંસી આપોના સુત્રોચાર સહિત મામલતદાર કચેરીએ ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ **
**ઝાલોદ BPVM ભીલ પ્રદેશ વિધાર્થી મોર્ચા દ્વારા માસુમ બાળકીના હત્યારા ગોવિંદ નટને ફાંસી આપોના સુત્રોચાર સહિત મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરાઈ **
**દાહોદના સિંગવડ ખાતે તોરણી પ્રા-શાળાનો શિક્ષક જ નિકળ્યો માસુમ( ૬ )વર્ષીય બાળકીનો હત્યારો સાથે જ દુષ્કર્મનો કર્યો હતો પ્રયાસ**
સમગ્ર વિગત પ્રમાણે,
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ-1ની બાળકીની હત્યાના કેસમાં પોલીસે શાળાના આચર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે.આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલ કરી લીધો છે.
બે દિવસ પહેલા શાળામાંથી મળ્યો હતો મૃતદેહ.
સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલા શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતાપિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા. જો કે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ (6) વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત.
બાળકીનો મૃતદેહ મળ્યાંની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આચાર્યએ કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો
તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ બુમાબુમ કરી મુકતા આચાર્યએ ગળું દબાવીને કારમાં જ બાળકીની હત્યા કરી નાખી હતી.
ત્યારે SP સહિત ૧૦ જેટલી પોલીસ ટીમ ગુનાની શોધમા લાગી ગઈ હતી શાળાનો આચાર્ય આરોપી ગોવિંદ નટ જ હત્યારો નિકળ્યો હતો તે અનુસંધાને જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમા આ ઘટનાથી લોકોમા ભારે રોષ જણાય આવ્યો હતો.કોર્ટ સમક્ષ રજુ કરાતા કોર્ટે ૪ દિવસના આરોપીના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારે હાલ દાહોદ જીલ્લામા કોગ્રેસ,આપ પાર્ટી સહિત વિવિધ સામાજીક સંગઠનોએ આ ઘટનાના સંદર્ભે આરોપીને કડકમા કડક સજા કરવા તેમજ ફાંસી આપવા રેલી સ્વરુપે સ્થાનિક વહીવટીતંત્ર પાસે રજૂઆતરુપે ઉગ્ર માંગ કરી હતી ,ત્યારે ઝાલોદ BPVM ભીલ પ્રદેશ વિધાર્થી મોર્ચા દ્વારા માસુમ બાળકીનાહત્યારા ગોવિંદ નટને ફાંસી આપોની માંગ સાથે ઝાલોદ મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હાલ આ ઘટનાક્રમથી દાહોદ,સંજેલી,ઝાલોદ સહિત સમગ્ર જીલ્લા સહિત લોકોમા ભારે રોષ જણાય આવે છે સાથે જ કડકમા કડક સજા થાય તે માટે ઉગ્ર રજૂઆત પણ કરાઈ રહી છે,
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.