હળવદ TRP ગેમ ઝોન માં મૃત્યુ પામેલા જીવ આત્માઓના કલ્યાણ અર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાશે
તાજેતર માં રાજકોટ માં TRP ગેમ ઝોન માં આગજની ની દુર્ઘટના ઘટી હતી જેમાં મૃત્યુ પામેલ જીવાત્માનો ના કલ્યાણ અર્થે હળવદ માં સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન તારીખ:- 11-6-2024 ને મંગળવાર ના રોજ સવારે 9:00 થી 1:00 સુધી શ્રી લોહાણા મહાજન વાળી ખાતે આવેલ AC હોલ માં કરવામાં આવ્યું છે આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ , પાટિયા ગ્રુપ , છોટાકાશી હળવદ સેવા ગ્રુપ , ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ , HPL ગ્રુપ , યુવા ભાજપ , દિલ સે ફાઉન્ડેશન અને આઇ શ્રી ખોડિયાર રામદેવ રામા મંડળ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ માં જે બ્લડ ની બોટલ એકત્ર થશે તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે નિઃશુલ્ક ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ કેમ્પ માં વધુ માં વધુ યુવાન ભાઈઓ બહેનો અને વડીલો મિત્ર વર્તુળ સાથે મતદાન કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે આ કેમ્પ ના મુખ્ય દાતા તરીકે સ્વ. પુનરવસુભાઈ એચ રાવલ ના પરિવાર જનો રહ્યા છે ત્યારે આ કેમ્પ માં રક્તદાન કરી અને TRP ગેમ ઝોન માં મૃત્યુ પામેલ જીવાત્માઓ ને સાચી શ્રદ્ધાંજલિ અર્પી આ સેવાકીય કાર્ય માં સહયોગ આપવા જાહેર જનતા ને અનુરોધ કરવામાં આવે છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.