બોટાદના ગોવિંદજીની ચાલી પાસે અયોધ્યા ખાતે થનાર ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દીપ માળનું આયોજન કરવામાં આવ્યું
બોટાદના ગોવિંદજીની ચાલી પાસે અયોધ્યા ખાતે થનાર ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દીપ માળનું આયોજન કરવામાં આવ્યું
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે બોટાદ ખાતે આજે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે બોટાદના ગોવિંદજીની ચાલી પાસે આ સમગ્ર આયોજન બાલ કૃષ્ણ યુવક મંડળ દ્વારા તેમજ ત્યાંના પરા વિસ્તારના તમામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે સાથે દીપમાળ કરી આરતી ઉતારવામાં આવી હતી અને તમામ શેરી અને વિસ્તાર નાલોકો રાસ ગરબા રમી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અને તેમજ સાંજે પરા વિસ્તારમાં આવેલ પાતળિયા દાદાની દેરી એ ભોજન પ્રસાદી નું પણ આયોજન રાખેલ છે આ ભગવાન શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.