રાજકોટ અમિન માર્ગ પર વાલ્વ ડીસ્ક તૂટતાં પાણીની રેલમછેલ - At This Time

રાજકોટ અમિન માર્ગ પર વાલ્વ ડીસ્ક તૂટતાં પાણીની રેલમછેલ


આજે બપોરના સુમારે શહેરના વોર્ડ નં.8માં અમિન માર્ગ પર સાગર ટાવર પાસે ડિસ્ટ્રીબ્યૂશનના 150 એમ.એમ.ના વાલ્વની ડિસ્કમાં ભંગાણ સર્જાવવાના કારણે છેક જનકલ્યાણ હોલના ફાટક સુધી પાણી પહોંચ્યું હતું. રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવું શહેરીજનોને મહેસૂસ કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના અમિન માર્ગ પર સાગર ટાવરની સામે પટેલ ભેળ પાસે આજે બપોરે પાણી વિતરણ માટેના ડિસ્ટ્રીબ્યૂશનના મેઇન વાલ્વની ડિસ્કમાં ભંગાણ પડ્યું હતું.
જેને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, વિતરણ પૂર્ણ થયા બાદ રિપેરીંગ શરૂ કરવામાં આવ્યુ હોવાના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.