સોમનાથ મહાદેવ મંદિર અતિથિગૃહોમાં દિપાવલી પર્વમાં કરાનારી નયનરમ્ય આકર્ષક રંગોળીઓની રસપ્રદ વાત - At This Time

સોમનાથ મહાદેવ મંદિર અતિથિગૃહોમાં દિપાવલી પર્વમાં કરાનારી નયનરમ્ય આકર્ષક રંગોળીઓની રસપ્રદ વાત


સોમનાથ મહાદેવ મંદિર અતિથિગૃહોમાં દિપાવલી પર્વમાં કરાનારી નયનરમ્ય આકર્ષક રંગોળીઓની રસપ્રદ વાત

વેસ્ટ માંથી બેસ્ટ - સ્ટાફની સુસુપ્ત કલાઓને પ્રોત્સાહન અને પર્વમાં સોમનાથ આવેલા યાત્રિકો-પ્રવાસીઓને ઘર જેવું જ વાતાવરણ મળે અને યાત્રા સ્મરણીય બને તે માટે રંગોળીઓ માટે સોમનાથ ટ્રસ્ટની તડામાર તૈયારીઓ

સોમનાથ મંદિર ટ્રસ્ટ આજકાલ દિપાવલીના તહેવારોમાં યુનિક રંગોળીઓથી દેશ-વિદેશના યાત્રિકો પ્રવાસીઓને આવકારવા સજજ થઈ રહ્યું છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે સોમનાથમાં વેસ્ટ માંથી બેસ્ટ અભિનવ પ્રયોગથી રંગોળીઓ બનાવવામાં આવે છે જેમાં સોમનાથના દરિયા કિનારે બનતી બોટોના લાકડાના વ્હેરને કલરથી રંગી એ વ્હેર ની જ રંગોળી બનાવવામાં આવે છે.

આ માટે બોટ નાં લાકડા વ્હેરતા બોટ માલિકોનો એક માસ પહેલા સંપર્ક સાધી તે લાકડા ના વ્હેરને સોમનાથને આપવા વિનંતી કરાય છે અને જેવો વિના મૂલ્યે સોમનાથ ટ્રસ્ટના આ કામમાં સહયોગ આપે છે.

આ વ્હેર સોમનાથ પહોંચી ગયો છે તેને જુદા જુદા કલરો જેવા કે બ્લેક ગુલાબી, પિંક, લાલ, લીલો જેવા રંગબેરંગી રંગ માં પલાળી હાલ તેને સુકવાઇ રહ્યો છે.

ધનતેરસ ના બીજા દિવસથી ટ્રસ્ટ અતિથિગૃહોમાં, લીલાવતી ભવન, મહેશ્વરી અતિથિગૃહ, વીઆઈપી ગૃહ, સાગરદર્શન, ડોરર્મેટરીના ભવનમાં સંસ્થાના ગેસ્ટ હાઉસ, કેરટેકરોz ગેસ્ટ હાઉસ સુપરવાઈઝર સ્ટાફ આ બધા 14×14 ની વિશાળ રંગોળી ડિઝાઇન ચોક થી દોરી તે ડિઝાઇન ઉપર વ્હેરના રંગનો ભૂકો કલર તરીકે ગણી રંગોળી બને છે.

આ વ્હેર ઉડે નહીં તે માટે ખાસ તકેદારી લેવાય છે. જેથી ફેવિકોલ અને પાણી મિશ્રિત કરી બની ગયેલ રંગોળી ઉપર સ્પ્રેથી છાટવામાં આવે છે. ફેવિકોલ પાણીનો ભાગ સુકાયા બાદ તેની ચમક માટે રાંધણમાં વપરાયેલું વેસ્ટ તેલનો સ્પ્રે કરે છે તેથી વધુ ચમક આવે એટલું જ નહીં રંગોળીના અમુક અંશો ઉપર ગોલ્ડન સિલ્વર ઝરીનો છંટકાવ કરવામાં આવે છે.

આ રંગોળી 10 દિવસ સુધી ટકી રહે છે અને એવી ને એવી ચમક જળવાઈ રહે છે. છેલ્લા આઠ વર્ષથી આ પરંપરા સ્ટાફે સ્વયંભૂ ભક્તિભાવ અને ટ્રસ્ટ પ્રત્યે પોતાની લાગણી અભિવ્યક્તારૂપે કરી રહ્યા છે.

આ દિવસોમાં સોમનાથ આવતા યાત્રિકો-પ્રવાસીઓ આ રંગોળી સાથે સેલ્ફી કે પોતાના મોબાઈલ કેમેરામાં ફોટો ક્લિક કરી યાત્રા ને યાદગાર સ્મરણીય બનાવે છે.

ગુજરાતના આઠ થી દસ એવા યાત્રિક પરિવારો આ રંગોળી દર્શન સોમનાથ મહાદેવની પૂજા દર્શન માટે દર વર્ષે આવે છે. આ રંગોળી બનાવતા અંદાજે આઠ કલાક લાગે છે. આમ બોટ બનાવતા નીકળતો લાકડાનો વ્હેર વેસ્ટ માંથી બેસ્ટ આકૃતિ આકાર પામે છે અને સોમનાથ ટ્રસ્ટના સ્ટાફમાં પારિવારિક ભાવના ખીલે છે અને તેઓની સુસુપ્ત કલાશક્તિ સર્જન કરી શકે છે એવી પ્રેરણા સૌને મળે છે.

પરાગ સંગતાણી,
ગીર-સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.