હાથીખાનામાં બંગાળી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
હાથિખાના-4 માં રહેતાં જસ્મીનબેન સીરાજુલભાઈ અન્સારી (ઉ.વ.21) ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે ફ્રિજના હુકમાં દુપટો બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
વધુમાં જસ્મીનબેનના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ બંગાળના વતની છે અને તેમના ચાર વર્ષ પેહલાં લગ્ન થયેલ અને સંતાનમાં એક પુત્રી છે. તેઓને બંગાળમાં જમીન આવેલ છે જે મામલે તેની બહેન સાથે ગઈકાલે ફોનમાં ઝઘડો થયો હતો. જેમનું માઠું લાગી આવતાં તેની પત્નીએ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.