લુણાવાડા તાલુકાના મોટી ઝાંઝરી ગામે કાચું મકાન થયું ધરાશાયી - At This Time

લુણાવાડા તાલુકાના મોટી ઝાંઝરી ગામે કાચું મકાન થયું ધરાશાયી


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ઝાંઝરી ગામે કાચું મકાન થયું ધરાશાયી થયું હતું.જયારે એક વૃદ્ધા સહિત તેના પુત્રનો આબાદ બચાવ થયો હતો‌.જયારે ઘરમાં બાંધેલા પશુનો પણ આબદ બચાવ થયો હતો.આમ‌ ઝાઝરી ગામના ગરીબ પરિવારના એવા મકનભાઈ બારિયા તેમની વૃદ્ધ માતા સાથે કાચા મકાનમાં રહેતા હતા અને વરસાદના કારણે તેમનું કાચું મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.જેના કારણે આખું મકાન જમીન દોસ્ત થયું હતું વહેલી સવારે ઘટના બનતા પરિવારનો આબાદ બચાવ થયો હતો.મકાન જમીન દોસ્ત થતાં સ્થાનિક લોકો પણ‌ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.હાલ ગરીબ પરિવાર પાસે રહેવા મકાન હોવાના કારણે તાત્કાલિક ઓઢો બનાવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી‌.જયારે મકાન ધરાશય થવાની જાણ પંચાયતમાં કરવામાં આવી હોવા છતાં પણ‌ સરપંચ કે તલાટી કોઈ પણ સ્થળ પર હજુ જોવા પણ આવ્યું નથી તેવા ગરીબ પરિવાર દ્વારા આક્ષેપો પણ‌ કરવામાં આવ્યા હતા.જયારે સરકાર તરફ થી યોગ્ય સહાય આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.