સંતરામપુર કડાણા મુખ્ય માર્ગ પર ડામર ઓગળતાં રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન …..
મહીસાગર જિલ્લાના કડાણા સંતરામપુર માર્ગ રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે. આ મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગંભીર બેદરકારી ભર્યું કામ કરવામાં આવ્યું છે. દીવડા કોલોની બહારના બસ સ્ટેન્ડ ચોકડી પર રસ્તા પરના થીગડા મારવા રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું છે. જેમાં ડામરના મીશ્રણને રસ્તાને રિ-કાર્પેટ કરવાની કામગીરી ભર ઉનાળામાં કરવામાં આવી છે. એક તરફ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રસ્તા ઉપર ડામર પીગળવાના અનેક બનાવો બની રહ્યા છે. જેના કારણે લોકો અકસ્માત ભોગ બને છે. પરંતુ અહી તો માર્ગ અને મકાન વિભાગે જ અકસ્માત સર્જાય તેવી કામગીરીનું સર્જન કરી માત્ર દેખાવ પુરતી કામગીરી અધુરી મુકી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
જો કે આ બાબતે માર્ગ અને મકાન વિભાગના એસ.ઑ ને પૂછતાં તેઓએ જણાવ્યૂ હતું કે રોડ બન્યાને લાંબો સમય થયો હોય આગામી ચોમાસામાં ખાડા પડી ન જાય તે માટે રોડ સીલિંગની કામગીરી કરવામાં આવી છે. હાલમાં ગરમ ડામર હોય લોકોને એવું લાગી રહ્યું છે પરંતુ બે થી ત્રણ દિવસમાં ડામર સુકાતા રસ્તો વ્યવસ્થિત થઇ જશે.......
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.