પોરબંદરમાં અપાર જનસમર્થન સાથે ઐતિહાસિક સરસાઈથી જીત મેળવનાર લોકલાડીલા નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આનવા આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ શપથ ગ્રહણ કર્યા
પોરબંદરમાં અપાર જનસમર્થન સાથે ઐતિહાસિક સરસાઈથી જીત મેળવનાર લોકલાડીલા નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે નવા ચુંટાયેલ ધારાસભ્યો ડૉ. સી.જે. ચાવડા, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ લાડાણી અને શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે તાજેતરમાં લોકસભાની ચુંટણી સાથે યોજાયેલ પોરબંદર વિધાનસભાની પેટાચુંટણીમાં 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રેકોર્ડબ્રેક જીત થઈ છે. 83 પોરબંદર વિધાનસભાની આ પેટા ચુંટણીમાં કુલ 1,54,909 લોકોએ (58%) મતદાન થયુ હતું. જેમાંથી ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 1,33,163 મત પ્રાપ્ત થયા છે, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર શ્રી રાજુભાઈ ઓડેદરાને કુલ 16,355 મત પ્રાપ્ત થયા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર શ્રી જીવણ જુંગીને 1089 મત, શ્રી અશ્વિન મોતીવરસને 477 મત, શ્રી દિલાવર જોખીયાને 386 મત પ્રાપ્ત થયા છે. વીરો કે વીર ઈન્ડિયન પાર્ટીના ઉમેદવાર શ્રી રસીક મંગેરાને 806 મત મળ્યા છે અને 2633 મત નોટોમાં ગયા છે. ટકાવારીમાં જોઈએ તો થયેલ મતદાનમાંથી 86% મત ભાજપના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળ્યા છે. જે માત્ર પોરબંદરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ એક ઉમેદવારની તરફેણમાં પડેલ મતની ટકાવારીનો રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે પોરબંદર વિધાનસભા વિસ્તારમાં મતગણતરી દરમિયાન તમામ 18 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ. મનસુખભાઈ માંડવીયાને સરસાઈ મળી હતી. તેમાં પણ માત્ર ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને ચાર આંકડાના મત મળ્યા હતા. આ પણ પોતાની જાતે એક નવો રેકોર્ડ છે.
ખાસ વાત એ છે કે 83-પોરબંદર વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને મળેલી ઐતિહાસીક સરસાઈએ 83-પોરબંદર વિધાનસભાના બેઠકના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી સરસાઈ છે. આ પહેલા સૌથી મોટી સરસાઈ 23,640 મતની હતી. જ્યારે આ વખતે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 1,16,808 મતની સરસાઈ એટલે કે તે સરસાઈ કરતા લગભગ પાંચ ગણી સરસાઈ સાથે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.