પોરબંદરમાં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો સેવા યજ્ઞ યોજાયો - At This Time

પોરબંદરમાં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો સેવા યજ્ઞ યોજાયો


*પોરબંદરમાં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો સેવા યજ્ઞ યોજાયો*

*તાલુકા રેડક્રોસ સોસાયટી,પાયોનીયર કલબ અને હેલ્થ એજયુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે થયું આયોજન: વિશાળ સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ*

પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ઝુંડાળા મહેર સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી.

પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી,પાયોનીયર કલબ અને હેલ્થ એજયુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઝુંડાળા મહેર સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.હાલ મોંઘવારીના સમયમાં તબીબી સારવાર ખુબ મોંઘી થઈ ગઈ છે.ગરીબ અને મધ્યમવર્ગના લોકો આર્થિક મુશ્કેલીઓના કારણે નાની-મોટી બીમારીઓથી પીડાતા હોય છે, પરંતુ સારવાર લઈ શકતા નથી, આવા તમામ દર્દીઓને મદદરૂપ થવા ઉપરોકત ત્રણેય સંસ્થાઓના સંયુકત ઉપક્રમે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં તમામ દર્દીઓને તપાસી જરૂરી દવાઓ, લેબોરેટરી તપાસની તમામ સારવાર વિનામુલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પ ડો. સિધ્ધાર્થ જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગ ડો.ઉત્સવ બોડા, સાયકિયાટ્રીક વિભાગ ડો.રાહુલ ઓડેદરા,ઓર્થોપેડીક સર્જન ડો. સુશીલ બરખાસીયા,ચામડીનો વિભાગ ડો. જય મુછલ,પિડીયાટ્રીક વિભાગ ડો.યોગેશ દવે, ગાયનેક વિભાગ ડો. ખુશ્બુ મહેતા, ડેન્ટલ સર્જન ડો. હાર્દિક રામે સેવા આપી હતી. સાથે શ્રીરામ નર્સિંગ હોલેજના વિદ્યાર્થીઓએ પણ તેમની સેવા આપી હતી.આ કેમ્પને બાબુભાઈ બોખીરીયા, ડો. સુરેશ ગાંધી,નવઘણભાઈ મોઢવાડીયા, ડો.ગઢવી, પ્રવિણભાઈ ખોરાવા, રાણાભાઈ ઓડેદરા તથા ડો. ચેતનાબેન તિવારી અને સામતભાઈ ઓડેદરાએ દીપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો.આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ તાલુકા બ્રાંચ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર કલબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઈ મહેતા, નરેશભાઈ થાનકી, હસમુખભાઈ વારા, દિલીપભાઈ ગંધા, લીલાબેન મોતી વરસ, હેતલબેન થાનકી, જયેન્દ્રભાઈ ખુંટી, ક્રિષ્નાબેન ઠાકર, ઉમાબેન ખોરાવા, નિલાબેન થાનકી,ચેતનાબેન થાનકી, ભારતીબેન ગોહેલ, ખ્યાતીબેન લોઢારી, સંગીતાબેન મોઢવાડીયા, હંસાબેન તુંબડીયા, પ્રદિપભાઈ ગજજર, જયેશભાઈ ભોગાયતા, હાર્દિકભાઈ તન્ના, કેતનભાઈ પટેલ, સંજયભાઈ લોઢારી,

વિજયભાઈ ઉનડકટ, હરજીવનભાઈ કોટીયા, મહેન્દ્રભાઈ જુંગી, કૈલાશભાઈ અમલાણી, કીરીટભાઈ ધોળકીયા, અલ્પેશ મશરૂ અશોકભાઈ વારા, જયેશભાઈ માંડવીયા,હિન્દ્રસિંહ જાડેજા, દેવદાસભાઈ ઓડેદરા, ભનુભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ પરમાર, ખીમાણંદભાઈ ગોઢાણીયા, પરબતભાઈ મોઢવાડીયા, અરભમભાઈ પરમાર, હાર્દિક ભોગાયતા, ધવલભાઈ જોષી હાજર રહેલ હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ મજીઠીયા અને હાર્દિકભાઈ થાનકીએ કર્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.