ક્રાંતિકારી પૂ.સ્વામી માગ્યસ્મિતજી અને મહંત નિશ્ચલદાસજી ની પાવન નિશ્રા માં રામજન્મોત્સવ ઉજવાયો - At This Time

ક્રાંતિકારી પૂ.સ્વામી માગ્યસ્મિતજી અને મહંત નિશ્ચલદાસજી ની પાવન નિશ્રા માં રામજન્મોત્સવ ઉજવાયો


તાપી વ્યારા સમગ્ર સનાતન વિશ્વના આદર્શ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનાં પ્રાગટય દિન રામનવમીનાં પાવન પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વ્યારા નગર સામાજીક સદ્ભાવ સમિતિ વ્યારા દ્વારા રામોત્સવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તા. ૧૭-૦૪-૨૦૨૪, બુધવાર સવારે ૭.૩૦ કલાકે રામયાગ(યજ્ઞ) બપોરે ૧૧.૦૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતિ તથા ફળાહાર સાંજે ૬.૩૦ કલાકે ધર્મસભા યોજાય કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રમુખ વકતા ક્રાંતિકારી પૂ.સ્વામી માગ્યસ્મિતજી આશીર્વચન મહંત નિશ્ચલદાસજી, ગુરુજી સુખાનંદજી સત્ કૈવલ સંપ્રદાય, સિસોદ્રા ની પાવન નિશ્રા માં શ્રી રામભક્ત મહાબલી વીર હનુમાન મંદિર, રિવરફ્રન્ટ પાસે, ઉનાઈ નાકા વ્યારા ખાતે ભવ્ય રામજન્મોત્સવ ઉજવાયો હતો 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image