ઝહીર ઈકબાલે લેડીલવ સોનાક્ષી પહેલાં બે એક્ટ્રેસિસને કર્યું ડેટ:આવો જાણીએ, કોણ છે શત્રુધ્ન સિંહાનો ભાવિ જમાઈ?, ભાઈજાને બોલિવૂડમાં લોન્ચ કર્યો
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. બંને બંને વચ્ચે લાંબા સમયથી અફેર ચાલતું હતું. લગ્નમાં ફક્ત કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. 4-5 વર્ષથી ડેટિંગ કરે
અત્યાર સુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી આ રિએક્શન આપવામાં નથી આવ્યું. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતા જોવા મળે છે, પરંતુ તેઓએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. બંને હંમેશા મીડિયા સામે એકબીજાને માત્ર મિત્ર કહેતા હતા. 6 જૂને 2022ના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને આઇ લવ યુ કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે આઇ લવ યુ કહ્યું હતું. કોણ છે શત્રુધ્ન સિંહાનો ભાવિ જમાઈ?
ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. ઝહીરે મુંબઈની સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં રણબીર કપૂર તેનો સિનિયર હતો. ઝહીરના પિતા ઈકબાલ રતનસી જ્વેલર અને બિઝનેસમેન છે અને સલમાન ખાનના સારા મિત્ર છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે ઝહીરને સલમાનનો પીઠબળ મળ્યો છે.ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. પિતા ઈકબાલ રત્નાસી બોલિવૂડ એક્ટર સલમાન ખાનના મિત્ર છે. સલમાને ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કર્યો
સલમાન ખાને ઝહીરને બહેનના લગ્નમાં પર્ફોર્મ કરતો જોયો હતો. એ સમયે એક્ટરે ઝહીરને બોલિવૂડમાં લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ઝહીરે 2014માં સોહેલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 2019માં સલમાન ખાને ફિલ્મ 'નોટબુક'થી ઝહીરને લૉન્ચ કર્યો છે. આ ફિલ્મ હોલિવૂડની 'ટીચર્સ ડાયરી'માંથી પ્રેરિત હતી. 15 કરોડમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. બે એક્ટ્રેસ સાથે નામ જોડાયું હતું
સોનાક્ષી પહેલાં ઝહીરનું નામ 2014માં આવેલી ફિલ્મ 'લેકર હમ દીવાના દિલ'ની એક્ટ્રેસ દીક્ષા સેઠ સાથે જોડાયું હતું. જોકે દીક્ષા કે ઝહીરે પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. દીક્ષા બાદ ઝહીરનું નામ સના સઈદ સાથે પણ ચર્ચાયું હતું. સનાએ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'માં કામ કર્યું હતું. સોનાક્ષી-ઝહીરની મુલાકાત કેવી રીતે થઈ?
સોનાક્ષી તથા ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાને કરાવી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. ઝહીર ઈકબાલના પિતા પાસેથી સલમાને ઉધાર રૂપિયા લીધા હતા
સલમાને સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જવાનીના દિવસોમાં તેણે ઈકબાલ પાસેથી 2011 રૂપિયા ઉધાર લીધા હતા. ભગવાનનો આભાર છે કે તેમણે વ્યાજ લીધું નહોતું. દીકરાને લૉન્ચ કરે છે તો પિતાની પોસ્ટ તો કરી જ શકું ને?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.