શાળા-હોસ્પિટલોના સીલ ખોલવા સોગંદનામાનો ઢગલો : NOC-BUની શરતે મંજૂરી
આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે ત્યારે મનપામાં સતત રજૂઆત અને રાજય સરકાર સુધી માંગણી કરવામાં આવ્યા બાદ મહાપાલિકાએ ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ પરમીશન સંદર્ભે સીલ કરેલ સ્કુલ અને હોસ્પિટલોના સીલ સોગંદનામાના આધારે ખોલવા મંજૂરી આપી દીધી છે. જેના પગલે આજે બપોર સુધીમાં 116 સ્કુલ, હોસ્પિટલ સહિતના સીલ ખોલી દેવામાં આવ્યા છે.
એનઓસીવાળી શાળાઓને 15 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા જણાવાયું છે. હોસ્પિટલોને પણ બીયુ અને અનઅધિકૃત બાંધકામ રેગ્યુલર કરી આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવા શરત રાખવામાં આવી છે. પરંતુ ફાયર એનઓસીની 15 દિવસની અને બીયુની 60 દિવસની મુદ્દતમાં જો નિયમ પાલન કરવામાં ન આવે તો ફરી મિલ્કતો સીલ કરી દેવાશે તેવું જણાવાયું છે. 15 મીટરથી ઓછી ઉંચાઇ અને 500 મીટરથી ઓછું બાંધકામ હોય તેમને પ્રથમ લાભ મળવાપાત્ર છે.
ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એન.ઓ.સી., બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરી એન.ઓ.સી. મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવાની કાર્યવાહી ચાલુ હતી.
તે દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત થતી હતી. આજથી નવું શિક્ષણ સત્ર શરૂ થતા શાળાઓ અને હોસ્પિટલો માટે મહાપાલિકાએ નવી એસઓપી સહિતના હળવા નિયમો જાહેર કર્યા છે.
શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓ (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે. જે અંતર્ગત આજથી તમામ વોર્ડ ઓફિસમાં સોગંદનામાના આધારે શાળા અને હોસ્પિટલોના સીલ ખોલવા મંજૂરી આપવામાં આવી છે.
હોસ્પિટલ, ક્લિનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.
હોસ્પિટલ, ક્લિનિક તથા શૈક્ષણિક એકમો જેવા કે સ્કુલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે ફાયર એનઓસી છે, પરંતુ ફાયર રીન્યુ કરાવેલ નથી તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને 15 દિવસમાં ફાયર એનઓસી રીન્યુ કરીને રજૂ કરવાની શરતે સીલ ખોલી શકાશે. નિયત સમય મર્યાદામાં રીન્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે તો કોઈપણ જાતની વધુ મુદ્દત વગર સીલ કરવામાં આવશે.
શહેરમાં આવેલા શૈક્ષણિક એકમો તથા હોસ્પિટલ, ક્લિનિક પ્રકારના એકમો જેને ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર એનઓસી મેળવવાની જરૂર નથી તેઓએ જો કોઈ અનધિકૃત બાંધકામ હોય તેને ઇમ્પેક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરવાનું સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.
આ ઉપરાંત એસેમ્બલી બિલ્ડીંગ પ્રકારના એકમો જેવા કે, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, જીમ વિગેરે પ્રકારના એકમો માન્ય ફાયર એનઓસી તથા બીયુ અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સીલ ખોલવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની રહેશે તેમ નવી માર્ગદર્શિકામાં જાહેર કરાયું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.