પાણીદાર ધારાસભ્ય કાંધલ જાડેજા
કુતિયાણા શહેર ના પાણી વિતરણના પ્રશ્નને લઈને ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા કલેકટર સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યુ કે પાણી હોવા છતાં સંપ સમયસર ભરવામા નથી આવતા તેના કારણે જે પાણી શહેર ને નથી મળ્યું એના માટે જરૂરી પગલાં લઈ કાલથી જ કુતિયાણા નગર પાલિકા વિસ્તારોમાં પાણી મળી રહે એવી રજૂઆત કરતા કલેકટર સાહેબશ્રી , મામલતદાર સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ એ ખાતરી આપી કે આવતીકાલ થી જ કુતિયાણા શહેર ને પાણી વિતરણ કરવામાં આવશે અને કુતિયાણા કાર્યાલય ખાતે ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા ૧૧:૦૦ કલાકે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આવશે ત્યારે વિસ્તારના લોકો ને પ્રશ્નો ની રજૂઆત કરવા માટે નમ્ર અપીલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.