ઉતરાયણ પર્વને લઇ ચાઈનીઝ દોરી કે તુક્કલનું વહેંચાણ ન થતું હોવાનું પોલીસ ચેકિંગમાં સામે આવ્યું
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ઉતરાયણ પર્વને લઇ ચાઈનીઝ દોરી કે તુક્કલના વહેંચાણ કે ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમછતાં છાને ખૂણે એકલદોકલ વેપારીઓ પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વહેંચાણ કરતા હોય છે, જેને લઇ રાજકોટ પોલીસ દ્વારા આજે મુખ્ય બજાર એવી સદર બજારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જોકે, કશું મળી આવ્યું ન હતું અને વેપારીઓને પ્રતિબંધિત વસ્તુઓનું વહેંચાણ ન કરવા અપીલ કરી હતી. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસે ચાઈનીઝ દોરીનું વહેચાણ કરતા 5 વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.