ધંધુકા પીપળી ગામે જમીનમાં ભળતા નામનો દૂર ઉપયોગ કરી ખોટા નામો દાખલ કરવાનું કૌભાંડ
ધોલેરામાં ભૂમાફિયાઓ સક્રિય : પીપળી ગામે જમીનમાં ભળતા નામનો દૂર ઉપયોગ કરી ખોટા નામો દાખલ કરવાનું કૌભાંડ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પ્રાંત અધિકારીએ ખોટી રીતે દાખલ થયેલા નામો રદ કરવા હુકમ કર્યો
અમદાવાદ જીલ્લા ના ધોલેરા સર વિસ્તારમાં પીપળી ગામની જમીન માં ભળતા નામ હોવાનો ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ ખોટી રીતે વારસાઈ કરી પીપળી ની જમીનમાં વારસદાર તરીકે નામો ચડાવવા કારસો રચ્યો હતો જે સંદર્ભે અરજદાર દ્વારા ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી કરવામાં આવેલ હતી જેમાં પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા અરજદાર ની તરફેણ માં હુકમ કરી ખોટા નામો હટાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.ખોટી રીતે જમીનમાં વારસાઈ કરી નામો દાખલ કરવાનો કિસ્સો બહાર આવતા ધોલેરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધોલેરા ના પીપળીની ખાતા નંબર ૧૧૪૮ રેવન્યુ સર્વે નંબર ૫૭૦, જૂનો સર્વે નંબર ૬૧૬/૧ તથા ૨/૧ વાળી જમીન તળશીભાઈ કાનાભાઈ ના નામે ચાલે છે. જ્યારે તળશીભાઈ મથુરભાઈ ગોગલા ખાતે મરણ જતા નામો મળતા હોઈ કૌભાંડીઓ એ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ખોટી વારસાઈ બતાવી પીપળી ની તળશીભાઈ કાનાભાઈ વાળી જમીન ના સાચા સીધી લીટી ના વારસો હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામો દાખલ કરવા બાબતે પ્રેમજીભાઈ તળશીભાઈ એ ધંધુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી જે બાબતે પુરી તપાસ બાદ પ્રાંત અધિકારી વિધાસાગરે હુકમ કરતા જણાવ્યું કે,અરજદાર પ્રેમજીભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખી ખોટી રીતે દાખલ કરવામાં આવેલા નામો હટાવવા નો હુકમ કર્યો હતો. તેથી અરજદાર દ્વારા ધોલેરા પોલીસ મથકમાં
(૧) કરશનભાઈ તળશીભાઈ મીઠાપરા (૨) સુરસંગ ભાઈ કાળુભાઇ ભામભરીયા (૩) રમેશભાઈ કાળુભાઇ ભામભરીયા (૪) જયદીપ સિંહ રાજેન્દ્ર સિંહ ચુડાસમા (૫) કુલદીપસિંહ રાજેન્દ્ર સિંહ ચુડાસમા તથા (૬) તલાટી કમ મંત્રી ગોગલા ગ્રામ પંચાયત તમામ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી જમીન હડપ કરવા ષડયંત્ર રચી ખોટા સોગંધનામાં, ખોટી વારસાઇ નોંધ અને ગોગલા તલાટી દ્વારા ખોટું પેઢી નામું બનાવી કારશો રચવા બાબતે પોલીસ કરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.