તું કે તારા બનેવી જોવા મળશો તો બંનેને જાનથી મારી નાખીસ કહી વેપારી પર હુમલો - At This Time

તું કે તારા બનેવી જોવા મળશો તો બંનેને જાનથી મારી નાખીસ કહી વેપારી પર હુમલો


રોહિદાસપરા મેઈન રોડ પર તું કે તારા બનેવી જોવા મળશો તો બંનેને જાનથી મારી નાખીસ કહી વેપારી પર હુમલો કરી છરી લઈ પાછળ દોડતાં વેપારી ભાગી જઈ મિત્રના ઘરમાં ઘુસી ગયાં હતાં1.બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જુના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.4 માં રહેતાં રાજેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ ભરત સાગઠિયા, સુરેશ પરમાર અને તુષાર ભરત સાગઠિયા (રહે. ત્રણેય સોહમનગર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રોહીદાસપરા લાતી પ્લોટ શેરી નં.10 ના ખુણામાં જુના ટાયરનો વેપાર કરે છે. તેઓના બનેવી અશોકભાઇ ગાંગજીભાઇ ચૌહાણ જેઓ કડીયાકામનો ધંધો કરે છે. પાંચેક મહીના પહેલા પ્રકાશ સાગઠીયાએ સોહમનગરમાં મકાનનું બાંધકામ કરેલ હોય જે બાંધકામના મારા બનેવીને રૂપિયા આપી દીધેલ હતાં. બાદમાં પ્રકાશ મારા બનેવીને તમે અમારા મકાનનું બાંધકામ સરખુ કરેલ નથી અને મેં તમને આપેલા પૈસા મને પાછા આપી દેજો નહીતર સારાવાટ નહી રહે કહેલ અને આ બાબતે તેમની સાથે ઝઘડો થયેલ હતો.
ગઇ તા.13 નાં તેઓ ટાયરનાં ગોડાઉન પર હતાં ત્યારે ચા પીવા માટે બહાર ગયેલ હતો અને પરત મારા ગોડાઉને જતો હતો ત્યારે કુવાડવા રોડ પુજારા ટેલીકોમ સામે પ્રકાશ તથા તેની સાથે સુરેશ પરમાર બાઇકમાં બેસી ઘસી આવી કહેવા લાગેલ કે, તું કેમ તારા બનેવી અને મારી વચ્ચેની બાબતેમાં માથાકુટમાં વચ્ચે પડે છે, કહીં ઉશ્કેરાઇ જઇ ગાળો દેવા લાગેલ અને છરી કાઢી મને તું કે તારા બનેવી જોવા મળશો તો બંનેને જાનથી મારી નાખી કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રકાશ છરી લઇ મને મારવા દોડતાં તેઓ ડરી જતાં બાઇક લઈ ત્યાંથી ભાગી ગયાં હતાં.
બાદમાં તેઓ તેના મિત્રના ઘરમાં ઘુસી ગયાં હતાં. જે મામલે સમાધાનની વાતચીત ચાલુ હતી પરંતુ સમાધાન ન થતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.