કિરણ એક્ટિવિટી ક્લબ, જુનાગઢમાં ખોડીયાર જયંતિ નિમિત્તે ફરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું
કિરણ એક્ટિવિટી ક્લબ, જુનાગઢમાં ખોડીયાર જયંતિ નિમિત્તે ફરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું
કિરણ એક્ટિવિટી ક્લબ, જુનાગઢ.
તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ કિરણ એક્ટિવિટી ક્લબ, જુનાગઢમાં ખોડીયાર જયંતિ નિમિત્તે ફરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમજ વન મિનિટ ગેમ બહેનોને રમાડવામાં આવી.. દરેક બહેનો સાડી પહેરી ખુબ સરસ તૈયાર થઈને ને આવ્યા હતા. બહેનોએ માતાજી ની આરતી તેમજ ગરબા લઈ ખૂબ આનંદ કર્યો.
વન મિનિટ ગેમમાં છાયાબેન ઢાલાણી, મીનાબેન સોનૈયા તેમજ પ્રવિણાબેન વાઘેલા વિજેતા થયા હતા. ફરતા ગરબા માં દરેક બહેનોને શુભેચ્છા ભેટ આપી નવાજવામાં આવ્યા હતા તેમજ માતાજીની પ્રસાદી લઈ સૌ બહેનો છૂટા પડ્યા હતા..
આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે દરેક કારોબારી મેમ્બરે ખૂબ સહકાર આપ્યો એવું ક્લબના ફાઉન્ડર શ્રીમતી કિરણબેન સોલંકી એ યાદીમાં જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.