બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કર્યું - At This Time

બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન સામે વિરોધ પ્રદર્શન કર્યું


રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ વિરોધી કરેલા નિવેદનને લઈ બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહુલ ગાંધી હાય-હાયના સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બોટાદ શહેરનાં દિનદયાળ ચોકમાં શહેર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને રાહુલ ગાંધીના પુતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ વિરુદ્ધ નિવેદનને લઈ સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઠેર-ઠેર રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.3-7-24ના રોજ સાંજના સમયે બેનરો સાથે રાહુલ ગાંધી હાય-હાયના સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.

જેમા બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાહુલ અને ઔવેસીને સાથે સરખાવ્યા હતા અને આવા હિન્દુ વિરોધી લોકોને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ તેમજ હવે હિન્દુઓને જાગૃત થવાની જરૂર છે. તેવું મોન્ટુ ભાઈ માળી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બોટાદ દ્વારા જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.