વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું મિડયા દ્વારા સન્માન કરાયું - At This Time

વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું મિડયા દ્વારા સન્માન કરાયું


વડનગરને આપણે શ્રેષ્ઠ બનાવી એક આગવી ઓળખ ઉભી કરવાની છે: મયંક પટેલ
હાટકેશ્વર મહાદેવ મંદિરે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું મિડયા દ્વારા સન્માન કરાયું
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલનું બુધવારે સવારે વડનગર મીડીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે વડનગરને આપણે શ્રેષ્ઠ બનાવી એક આગવી ઓળખ ઉભી કરવાની છે.જૂના લોકો જનસંઘથી માંડી અત્યાર સુધી સારો પ્રયત્ન કર્યો છે.મારથી કોઈ ઉણપ ન રહી જાય તેવા પ્રયાસ કરીશ.તેના ભાગરૂપે તમારા સહયોગની જરૂર છે.પત્રકારો સારું કામ કરે જે છે.આ અંગે મહામંત્રી જીગરભાઈ પટેલે જણાવ્યું હતુ કે તમારા સપોર્ટ મળી રહે મળે તે માટે આભાર.પ્રમુખ તરીકે તમામને સહયોગ મળી રહશે. બીજી બાજુ દરેક કાર્યક્રમમાં સ્થાનિક પત્રકારોનુંસન્માન જળવાય તેવું પણ સુચન કરાતાં પ્રમુખે હકારાત્મક વલણ આપ્યું હતુ.આ પ્રસંગે પૂર્વ નગરસેવક ગીરીશભાઈ પટેલ,યશ પટેલ,જીમુ પટેલ સહિત યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.