ધોલેરા પીપળી ગામે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધારાસભ્યને હસ્તે કરાઈ - At This Time

ધોલેરા પીપળી ગામે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધારાસભ્યને હસ્તે કરાઈ


પીપળી ગામે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધારાસભ્યને હસ્તે કરાઇ.

ધોલેરા તાલુકાના પીપળી ગામે આજ રોજ ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભીને હસ્તે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ શુક્રવારે સવારે ૯ વાગ્યે પીપળી ગામ ખાતે ધંધૂકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભીના હસ્તે ધ્વજવંદન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. કાર્યક્ર્મમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગવાયુ હતું. રાષ્ટ્રગીત ગવાયા બાદ સાંસ્ક્રુતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં નાના નાના ભૂલકાંઑ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી,પ્રાંત સાહેબ,મામલતદાર સહિતના અધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ સહિત ગામના લોકો ઉપસ્થિત રહી ૭૫માં પ્રજાસત્તાક દિનની વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલી આપીને ઉજવણી કરવામાં આવી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.