વિંછીયા શહેર હવે લીલુછમ્મ થશે: ૧૫૦૦ વૃક્ષ વાવવાનો શુભારંભ
વિંછીયા શહેર હવે લીલુછમ્મ થશે: ૧૫૦૦ વૃક્ષ વાવવાનો શુભારંભ
વીંછિયા શહેરને હરીયાળુ બનાવવા 1500 વૃક્ષો વાવવાનો શુભારંભ કરાવતા વતનપ્રેમી અને દાતા મેહુલભાઈ ધોળકિયા,ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા
વિછીયા શહેરને લીલુછમ હરિયાળુ બનાવવાના હેતુસર શ્રીરામ વૃક્ષગંગા અભિયાન સેવા સમિતિ વિંછીયા અને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિંછીયા એમ બી અજમેરા હાઈસ્કૂલ અને હસુમતીબેન પોપટલાલ કાળીદાસ હાયર સેકન્ડરી હાઈસ્કૂલ ખાતે દિવ્ય અને ભવ્ય સમારોહ યોજાયો વેપારી અગ્રણી અને નવનિયુક્ત ઘેલા સોમનાથ ટ્રસ્ટના સભ્ય બીપીનભાઈ જસાણીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા તેમજ વૃક્ષ ગંગા અભિયાન સમિતિના સભ્યોએ મંચ પર બિરાજમાન સૌ મહેમાનો અને દાતાઓને કાઠિયાવાડી સંસ્કૃતિ પરંપરા મુજબ પાંચાળી કેડીયું - શાલ ઓઢાડી અને વૃક્ષના છોડ આપી સન્માનિત કર્યા હતા સમારોહના અધ્યક્ષ મેહુલભાઈ ધોળકિયા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને પુર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ઉપસ્થિત આગેવાનોએ વિંછીયાના વણથંભી વિકાસને વેગવન્તો બનાવવા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકિય કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો સમારોહમા વિંછીયા ગ્રામ પંચાયત સરપંચ ચતુરભાઈ રાજપરા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા નાથાભાઈ વાસાણી અશ્વિનભાઇ સાંકળીયા ડો મકાણી સાહેબ સદભવનાં ગ્રુપના પ્રતીનીધી તેમજ નિવૃત ફોરેસ્ટ ઓફીસર વી ડી બાલા સાહેબ અને બહોળી સંખ્યામાં વીંછીયાના અગ્રણી વેપારીઓ, વ્યવસાયિકો, નોકરીયાતો તેમજ ગ્રામજનોએ હાજરી આપેલ કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ રાઠૉડ વિમલભાઈ ત્રીવેદી જેન્તીભાઇ બાવળીયા નિલેશભાઈ ચાવડા સાગરભાઈ જસાણી હર્ષદભાઈ રોજાસરા રાજુભાઈ મકવાણા જીજ્ઞેશભાઈ રાવલ અને વૃક્ષ ગંગા અભિયાન સમિતિના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી આભાર વિધી કાર્યક્ર્મના અંતે હાઈસ્કૂલ ગ્રાઉન્ડમા વૃક્ષારોપણનો શુભારંભ મેહુલભાઈ ધોળકિયા કુંવરજીભાઈ બાવળીયા ડૉક્ટર ભરતભાઈ બોઘરા અને ડો મકાણી સાહેબે એક એક વૃક્ષ વાવી કરાવ્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.,9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.