ભાભર હાઈવે પર દરરોજ ના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેકટરો નિકળે છે પરતું તંત્ર ને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહા છે….
બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડાં થતાં ગરમી તાપમાન માં વધારો જોવા મળી રહો છે....
ભાભર હાઈવે પર દરરોજ ના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેકટરો નિકળે છે પરતું તંત્ર ને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠી રહા છે....
ભાભર શહેરમાં દસ કરતાં પણ વધારે સો મિલો આવેલી છે હજારો ટન લીલા લાકડા નું નિકંદન થઈ રહું છે પરંતુ તંત્ર ને આંખ આડા કાન જોવા મળી રહા છે.....
બનાસકાંઠા સરહદી વિસ્તાર માં રણ નજીક આવેલું છે ત્યારે સુઈગામ. ભાભર. વાવ. થરાદ. દિયોદર. કાંકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનલોમાં વર્ષ 2008 થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા ચારે બાજુ હરીયાળી છવાઈ ગઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહેયું છે આની પાછળ કયાંક ને કયાંક સરકારની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહેયું છે કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનું પરીપત્ર જાહેર કરેલ છે.આવા પરિપત્રોની આડ માં મોટા પુજી પતિઓ એ હજારો સોમીલો ઉભી કરી નાખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિ માંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડાં કરી રહયા છે પરતું સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગ માં દર વર્ષે લાખો હજારો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથા ચુકવાઈ રહેયા છે લાખો નર્સરી માં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણ ખર્ચ થઈ રહેયા છે. બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણના બચાવવા ના પ્રયત્નો કરી રહી છે આ અતિ તાપમાન વૃક્ષ છેડન નું કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલા એ લોકો મુર્ત્યું પામે છે.અને પક્ષીઓની એવી કેટલીએ જાતિઓ આપણા વચ્ચે થી લુપ્ત થઇ રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ પશુ પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહું સરકારયશ્રી કોઈ નકર કાયદો લાવી આવી સોમીલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે એવુ લોક મુખે ચર્ચાઈ રહેયું છે..
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.