જસદણ તાલુકાના આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 55 વર્ષીય મહિલા ના પેટમાંથી બે કિલોની ગાંઠનું સફળતા પૂરક ઓપરેશન કરાયું - At This Time

જસદણ તાલુકાના આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 55 વર્ષીય મહિલા ના પેટમાંથી બે કિલોની ગાંઠનું સફળતા પૂરક ઓપરેશન કરાયું


જસદણ તાલુકાના આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 55 વર્ષીય મહિલા ના પેટમાંથી બે કિલોની ગાંઠનું સફળતા પૂરક ઓપરેશન કરાયું

જસદણ ના આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પપ વર્ષની મહિલાને છેલ્લા એક વર્ષથી અંડાશયની મોટી ગાંઠ હોવાના લીધે પીડા હતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ગાયનેક સર્જન ડો.રાહુલ સિંહાર તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો.ચંદ્રેશ વોરા તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ મહિલાનું ઓપરશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. દર્દીનું ઓપરેશન કરી આશરે ૨ કિલોની ગાંઠ કાઢવામાં આવેલ. દર્દીએ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.