બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પે GVઈનનો શુભારંભ સમારોહ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ ખાતે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો હતો. ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ."
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાએ પ્રાસંગિક સ્વાગત વિધિ કરી હતી. જ્યારે સી.ડી.એચ.ઓ. ભારતીબેન ધોળકીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. બોટાદની સેવાભાવી સંસ્થા જાયન્ટ ગૃપના સભ્યોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ટીબીને મ્હાત આપનાર ટીબી ચેમ્પીયન રમેશભાઈ લખતરીયાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે તમામ અગ્રણીઓ દ્વારા ટીબી નિર્મૂલન અંગે પૂર્ણ સહયોગ આપવા શપથ ગ્રહણ કરાયા હતા. મંત્રી કુંવરજી બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.