વ્યવસાયિક સજ્જતા તાલીમ અન્વયે જીસીઈઆરટીસી ગાંધીનગર પ્રેરિત ત્રણ દિવસની તાલીમ યોજાઈ.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વર્ગખંડ શૈક્ષણિક કાર્ય ગુણવતાસભર બને. શિક્ષકો વર્ગખંડમાં ઈનોવેટીવ પેડાગોજીનો અને એજ્યુકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે. તેમજ GOAL(Gujarat Outcomes For Accelerated Leaning) પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 9 થી 10 માં શિક્ષકોની વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ મળી રહે તે ઉદેશ માટે તેમજ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development CPD) 2020 વ્યાવસાયિક સજ્જતા તાલીમનું આયોજન જીસીઈઆરટી દ્વારા કરવામાં આવેલ. એસ.વી.એસ. કક્ષાએ આ તાલીમ
શ્રી સી જી બુટાલા સર્વોદય હાઈસ્કુલ મોડાસા ખાતે તારીખ:- 5,6,7 (ત્રણ દિવસ) તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં શિક્ષકોએ ખુબજ ઉત્સાહપુર્વક તાલીમમાં જોડાઈ પોતે અપડેટ થવાનો પ્રયત્ન કર્યો હતો. અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરીના એ.ઈ.આઈ. શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આર.પી. મિત્રો દ્વારા નવી શિક્ષણનીતિ દ્વારા બાળકોને વર્ગખંડમાં અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા બાળકોને વર્ગખંડમાં પ્રવ્રુત્તિમય કેવી રીતે કરી શકાય તેની ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ લેવા માટે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન પાંડોર, મદદનીશ શિક્ષક (એચ.એલ. પટેલ સરસ્વતીહાઇસ્કુલ) ઉપસ્થિત હોય તેવું શ્રી નું પણ સન્માન તાલીમ વર્ગ ના આર.પી. મિત્રો શ્રી કેવી પંડ્યા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમમાં મખદુમ હાઈસ્કુલના અંગ્રેજી શિક્ષિકા જહિદા બેન વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોઈ તેમનું સન્માન કે.વી.પંડ્યા આર.પી. સર દ્વારા કરવામાં આવ્યું હતું.
તાલીમના અંતે તાલીમ લઈ રહેલ શિક્ષક મિત્રો દ્વારા તાલીમ અંગેના ખૂબ જ સુંદર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.