” વિશ્ર્વાસ થી વિકાસ યાત્રા ડભોઇ અને વાઘોડિયા તાલુકાના વિવિધ કામોનું ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત “ - At This Time

” વિશ્ર્વાસ થી વિકાસ યાત્રા ડભોઇ અને વાઘોડિયા તાલુકાના વિવિધ કામોનું ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત “


( ડભોઇ - વાઘોડિયા તાલુકાના ૯.૨૪ કરોડના વિકાસનાં કામો મંજૂર )

રિપોર્ટ- નિમેષ સોની,ડભોઇ

ડભોઇ પ્રાંત કક્ષાનો વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ઈ લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ ડભોઇ લેઉવા પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ યોજનાકીય કામગીરી દ્વારા સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરતી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિકાસનાં ડભોઈ તાલુકાનાં ખાતમુહુર્તના ૧૩૨ કામો ૩.૮૭ રૂપિયાના અને લોકાર્પણના ૨૦ કામો રૂપિયા ૦.૬૨ કરોડનાં કામોનું ઈ લોકાર્પણ ડભોઇના મામલતદાર ચિંતનભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અને ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા( સોટ્ટા )ના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.
વિશ્વાસ થી વિકાસ યાત્રામાં ડભોઇ તાલુકાના કામોનું ખાતમુર્હૂત પણ કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ અને વાઘોડિયા તાલુકાનાં કુલ રૂપિયા ૯.૨૪ કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચેકડેમ ગટર લાઈન, પાણીની લાઈન, બ્યુટીફિકેશન, હેન્ડ પંપ, પાણીની ટાંકી જેવા વિવિધ કામો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા ધારાસભ્યએ મંચ ઉપરથી રજૂ કરી હતી અને ' સૌનો સાથ સૌનો વિશ્વાસ ' તેમજ ' સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ' સૂત્રને સાર્થક કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી ડભોઈ - દર્ભવતી મત ક્ષેત્રનો વિકાસ થાય તે માટે તેઓ સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી ડો.બી.જે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ), જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ, ડભોઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોર, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ, પાલીકા કારોબારી સમિતિના ચેરમેન વિશાલભાઈ શાહ, શહેર ભાજપા પ્રમુખ ડૉ.સંદિપભાઈ શાહ,ડૉ.મહેન્દ્રભાઈ પટેલ,વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.