લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન ન કરતા ચલાળા સ્થિત બિયારણ વિક્રેતા પેઢીનો બિયારણ વેચાણનો પરવાનો સ્થગિત - At This Time

લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન ન કરતા ચલાળા સ્થિત બિયારણ વિક્રેતા પેઢીનો બિયારણ વેચાણનો પરવાનો સ્થગિત


લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન ન કરતા ચલાળા સ્થિત બિયારણ વિક્રેતા પેઢીનો બિયારણ વેચાણનો પરવાનો સ્થગિત

તાજેતરમાં અમરેલી જિલ્લા નાયબ ખેતી (વિસ્તરણ) નિયામકશ્રી અને ખેતી વિસ્તરણ ટીમ દ્વારા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા સ્થિત મોહન સીડ્સ નામની પેઢીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ પેઢી દ્વારા, લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા તે પેઢીનો બિયારણ વેચાણનો પરવાનો ૪૫ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં એગ્રો ઇનપુટ ડિલરો બિયારણ, જંતુનાશક દવા કે ખાતર સહિતની ચીજવસ્તુઓના વેચાણ સહિતના પરવાના ધરાવતા હોય તે તમામે સ્ટોક રજિસ્ટર, સ્તોત્ર પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો અને વિગતો અદ્યતન રાખવાના રહે છે. હાઇબ્રિડ કપાસ બોલગાર્ડ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયત ભાવ પ્રતિ પેકેટ રુ. ૮૬૪/- મુજબ જ તેનું વેચાણ કરવાનું રહે છે. ખેડુતને કોઇ એક વેરાયટીની ખરીદી સાથે બીજી કોઇ વેરાયટીની ખરીદી ફરજિયાતપણે કરવા ફરજ પાડવી નહી. માન્યતા વગરના બિયારણ, જંતુનાશક દવા કે ખાતર વેચાણ કરવું નહી. આમ છતાં પણ જિલ્લામાં જો કોઇ આવું કૃત્ય કરતા હોવાનું ધ્યાને આવશે તો તેવા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા નાયબ ખેતી (વિસ્તરણ) નિયામકશ્રી બી.એચ પીપલીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.