સાયલા તાલુકાના વિસ્તારોમાં રસ્તાઓ ખૂબ જ ગંભીર હાલતમાં - At This Time

સાયલા તાલુકાના વિસ્તારોમાં રસ્તાઓ ખૂબ જ ગંભીર હાલતમાં


સાયલા વિસ્તારના ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કર્યા સૂત્રોચાર.લોકો દ્વારા ટૂંક સમયમાં રસ્તા રીપેરીંગ ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ના વડીયા, મોટા ભડલા ,રામગઢ, દેવગઢ તથા નડાળા ગામોમાં આમ આદમી પાર્ટી ની ટીમ રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા દેવકણભાઈ જોગરાણા ,શામજીભાઈ મેર ,ભગુભાઈ ત્રમટા ,જોરુભાઈ બાવળીયા વગેરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તાની બિસ્માર હાલતની મુલાકાત લઇ ગામજનો ની સમસ્યાઓનું ઉજાગર કરી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી તથા સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી જો આજ રસ્તાની સમસ્યાઓ ટૂંક સમયમાં નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.