લીલીયા મોટા ખાતે આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

લીલીયા મોટા ખાતે આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


લીલીયા મોટા ખાતે આયુષ્યમાન ભવ: અભિયાન અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર મોટાલીલીયા ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આ કેમ્પમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી.આ કેમ્પમાં બાળરોગ નિષ્ણાંત ડો.યોગેશ દવે, એમ.ડિ.ફિજિશ્યન ડો.ધાનાણી, સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો.પટોલીયા, જનરલ સર્જન ડો.ધ્રુવીબેન, દાંતના ડો.વૈશાલીબેન, કાન નાક ગળાના ડો.તુષાર શર્મા, આંખના ડો.વિશાલ ઢોલા, માનસિક રોગોના નિષ્ણાંત ડો.શાર્દુલ સોલંકી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.રાકેશ ખીમાણી દ્વારા સેવા આપવામાં આવેલ.આ કેમ્પમાં લીલીયાના મામલતદાર કે.બી.સાંગાણી,ભીખાભાઇ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી,ભનુભાઇ ડાભી એ શુભેચ્છા મુલાકાત લીધેલ અને સ્ટાફની કામગીરીને બિરદાવેલ.કેમ્પને સફળ બનાવવા સી.એચ.સી. લીલીયા ના ડો. પ્રકાશ, ડો.ચત્રોલા,ડો. દોમડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સિદ્ધપુરા, સુપરવાઈઝર માધડભાઈ,તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ તથા સી.એચ.સી. લીલીયા ના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.