અલમપર, માંડવધાર, કાપડીયાળી, સુરકા સહિતના ગામોમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી
(અજય ચૌહાણ દ્વારા)
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા લાભાર્થીઓના નિવાસસ્થાનોએ શૌચાલયોના ખાતમુર્હુત તેમજ તૈયાર શૌચાલયોનું લોકાર્પણ કરાયું
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ-2024ની ઉજવણી અંતર્ગત તા. 19 નવેમ્બરથી તા. 10 ડિસેમ્બર સુધીના અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે અલમપર, માંડવધાર, કાપડીયાળી, સુરકા સહિતના ગામોમાં વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા લાભાર્થીઓના નિવાસસ્થાનોએ શૌચાલયોના ખાતમુર્હુત તેમજ તૈયાર શૌચાલયોના લોકાર્પણ કરાયા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.