ગોપાલગ્રામનાં આંગણે રાજવી પરિવારનું અદકેરું સન્માન ૯૫ વર્ષીય પ્રિન્સનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન - At This Time

ગોપાલગ્રામનાં આંગણે રાજવી પરિવારનું અદકેરું સન્માન ૯૫ વર્ષીય પ્રિન્સનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન


ગોપાલગ્રામનાં આંગણે રાજવી પરિવારનું અદકેરું સન્માન

૯૫ વર્ષીય પ્રિન્સનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન

ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં રાજવી પરિવારે મુલાકાત લીધી હતી. ઢસા (હાલનું ગોપાલગ્રામ)ના પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂ. ભક્તિબા તથા પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં ૯૫ વર્ષીય સુપૂત્ર, ઉદારદિલ દાતાશ્રી આદરણીય ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ તેમનાં પૂત્ર માર્ક દેસાઈ, પપિહાબેન દેસાઈ (ઈન્ડિયન રિવાઈવલ ગૃપ, દિલ્હી), સૂરેન્દ્રભાઈ પટેલ (યુ.કે.) સાથે વતનમાં પધાર્યા હતાં. આ અવસરે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરબાર ગઢમાં આયોજીત આ કાર્યક્રમમાં ભક્તિબા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં, સ્વાગત પ્રવચન કરતાં વડીલ શંભુબાપા વાડદોરિયાએ ગામની ઐતિહાસિક ધરોહર યુવાનોને સોંપી હતી, પ્રાસંગિક ઉદ્બોધનમાં ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ રાજવી પરિવારના ત્યાગ, લોકાભિમુખ અભિગમ, પ્રજાપ્રેમ તેમજ સ્વાતંત્રતા ચળવળમાં જોડાઈ સત્યાગ્રહમાં ભાગ લેવા સહિત દરબાર સાહેબ તેમજ ભક્તિબાનાં શિક્ષણ ઉત્થાન અર્થે કરેલ પરિશ્રમ અને ગામની એક્તા, સમરસતા અને રાષ્ટ્ર સેવામાં કરેલ પ્રદાનની રોચક વાતો કહી હતી. અત્રે ગામનાં રાજકીય-સામાજીક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકુમાર ડૉ. બારીન્દ્ર દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમરેલી જીલ્લા પંચાયતનાં સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિન કુંજડિયા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, પૂર્વ સરપંચ મેરામભાઈ વાળા, હરેશભાઈ વાળા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ચુનીભાઈ વાડદોરિયા, ચુનીભાઈ ગજેરા, રમણિકભાઈ ઠુમ્મર, ચંપકભાઈ ધકાણ, ગોબરભાઈ ગજેરા, ધીરૂભાઈ વાઘેલા, રાજુભાઈ જોષી, રાજેશભાઈ ઝાટકિયા, ગોવિંદભાઈ ગજેરા, બાબુભાઈ પટેલ, ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટી પ્રતાપભાઈ વાળા, નંદલાલભાઈ ગોહિલ, રાજુભાઈ ઠુમ્મર, જીતુભાઈ ગજેરા, શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન ચૌહાણ, કુમાર શાળાનાં આચાર્ય રજનીકાંત દાફડા, કન્યા શાળાનાં આચાર્ય મેધાબેન પંડ્યા, દેવેનભાઈ ભટ્ટ અગ્રણીઓ વાલજીભાઈ ગજેરા, કિરીટભાઈ ગજેરા, કનુભાઈ, રણછોડભાઈ શેખડા, જીવનભાઈ સાવલિયા, સુતરિયાભાઈ, મોરડિયાભાઈ, રમેશભાઈ, કાંતિલાલ, કિશોર વાડદોરિયા, ધીરૂભાઈ રાજ્યગુરુ (સુરત), ચિરાગ પંડ્યા(ચલાલા), રણછોડભાઈ ચોટલિયા, ગોકળભાઈ કાલાણી, હસુભાઈ શેલડિયા, અરવિંદભાઈ ભોરિંગ, અશોકભાઈ રાઠોડ, મૂકેશભાઈ રાઠોડ, કિશોરભાઈ, સૂરેશભાઈ વાઢેર, બાલગરબાપુ, ચેતન ગજેરા, વિમલ વાડદોરિયા વગેરે અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાનાં વડપણ હેઠળ ટ્રસ્ટીઓ ચિરાગ ગજેરા, કિર્તીકુમાર ભટ્ટ, વિપુલ ભટ્ટી, વિજય વાઘેલા સાથે ડૉ. વરૂણ દેવમુરારી, સંજય વાડદોરિયા, હર્ષ રામાણીએ જહેમત ઉઠાવી હતી, સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. દેવકુભાઈ વાળાએ કર્યું હતું તેમ સંસ્થાના વાઘજીભાઈ સોલંકીએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image