રામવનના ગેટ પાસે પોલીસ મૂકવી પડી, 3 દિવસમાં વિક્રમી 1.20 લાખ લોકોએ મુલાકાત લીધી, ઝૂમાં 52000 લોકો ફર્યા
નવા આકર્ષણને કારણે ઈશ્વરિયા પાર્કમાં લોકોનો રસ ઘટ્યો ફક્ત 15000 જ સહેલાણી આવ્યા
રાજકોટ શહેરમાં રજાઓ દરમિયાન ઈશ્વરિયા પાર્ક અને પ્રદ્યુમ્નપાર્કમાં સૌથી વધારે મુલાકાતીઓ નોંધાતા હોય છે પણ આ વખતે રામવનનું નવું આકર્ષણ હોવાથી ત્યાં વધુમાં વધુ લોકો જઈ રહ્યા છે. રામવનમાં હાલ ટિકિટની વ્યવસ્થા નથી તેથી મુલાકાતીઓનો સચોટ આંકડો મળી રહ્યો નથી પણ મનપાના અધિકારીઓના મુજબ પ્રથમ દિવસે 50,000 અને ત્યારપછીના બે દિવસ સુધી 40થી 50 હજાર લોકો આવી રહ્યા છે તેથી 1.20 લાખ કરતા વધુ મુલાકાતીઓ આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.