તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ સબંધ રાખે છે કહી યુવક ને બાઇકમાં બેસાડી લઈ જઈ મારમાર્યોે
જંકશન પ્લોટના હંસરાજનગરમાં રહેતા અમીતભાઈ વજાઈ કોતાણી(ઉ.વ.20)ને તેની મહિલા ફ્રેન્ડના મિત્ર ઈસરાર ઉર્ફે બાબર દલવાણીએ મારકુટ કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ધર્મેન્દ્ર રોડ પર આવેલી કપડાની દુકાનમાં નોકરી કરુ છુ.આજથી દોઢેક મહીના પહેલા હુ હંસરાજનગર શેરી નં.02 મા મારો મિત્ર ભાવીન રહે છે.ત્યા હુ ભાવીન પાસે બેસવા જતો હતો અને ત્યા ભાવીનની શેરીમાં જ પ્રાચી નામની છોકરી રહેતી હોય જે અમે બધા મિત્રો બેઠા હોય ત્યા બેસવા આવતી હતી.જેથી મારી તથા પ્રાચી વચ્ચે મીત્રતા થતા હું તથા પ્રાચી ફોનમાં વાતચીત તથા મેસેજ કરતા હતા.થોડા સમય વાત કર્યા બાદ મને જાણવા મળ્યું કે આ પ્રાચી ને પહેલા અન્ય પુરૂષ મીત્ર હોય અને તનું નામ ઈસરાર ઉર્ફે બાબર દલવાણી બધા તેને બાબર કહીને બોલવાતા હોય અને આ બાબર મારા મિત્રનો મિત્ર હોય જેથી ક્યારેક મળવાનુ થતુ હતું.
જેથી હું તેને જોયે ઓળખતો હતો અને મને જાણ થઈ કે પ્રાચી ને પહેલા બાબર સાથે મીત્રતા હોય જેથી મે પ્રાચી સાથે વાત કરવાનુ બંધ કરી દીધું હતુ અને રાત્રી ના સાડા આઠેક વાગ્યા ના અરસા મા હું કપડાંની દુકાનમાં કામે જાવ છુ ત્યા હતો ત્યારે બાબરનો મારા ફોનમાં ફોન આવ્યો અને મને જણાવ્યું કે વીમલ પાન ધર્મેન્દ્ર રોડ આવતો મારે કામ છે.તેમ કહેતા હુ આ વિમલ પાન નામની દુકાને ગયો અને આ બાબર સાથે તેના બાઇકમાં બેસેલ ત્યારે તેની સાથે એક છોકરો હાજર હતો એમ અમો ત્રણેય બાઇકમાં બેસીને જતા હતા.ત્યારે બાબરે એક્ટીવા ચૌધરી સ્કુલના ગ્રાઉન્ડમાં ઉભું રાખ્યું હતું.
ત્યા આ બાબર મને કહેવા લાગેલ કે તુ મારી મીત્ર પ્રાચી સાથે કેમ સંબધ રાખે છે.તેમ કહેતા મે બાબર ને જણાવેલ કે મારે પ્રાચી સાથે ફકત મીત્રતા ના સંબંધ હતા તે સીવાય બીજા કોઈ સંબંધ નથી.હું ખાલી તેની સાથે મીત્રતા ના રૂએ વાત કરતો હતો તેમ કહેતા આ બાબર ઉશ્કેરાઈ ગયો હતો અને મને ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો અને તેની સાથે રહેલ એક છોકરો કે જેને બાબર રાહીલ કહીને બોલાવતો હોય તે બન્ને એ મળી ને મને ઢીકા પાટુનો માર માર્યો હતો.
ત્યારબાદ આ બાબરે કહેલ કે તુ હવે આ પ્રાચી સાથે વાત કરીશ તો ફરી પાછો આવી ને તને માર મારીશ તેમ કહી ને આ બાબર મને તેના એક્ટીવામાં બેસાડીને દુકાને મૂકી ગયો હતો.ત્યારબાદ મારા પિતાને વાત કરતા તેઓ પણ દુકાને આવી જતા તેમને હકીકત જણાવતા મને હોસ્પિટલમાં ખસેડયો હતો.તેમજ આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફે સિવિલ હોસ્પિટલે આવી જતા તેમને નિવેદન નોંધાવ્યું હતુ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.