અંકલેશ્વર: સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું - At This Time

અંકલેશ્વર: સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરાયું


અંકલેશ્વર જીઆઇડીસી મા એઆઇએ કોમ્યુનાટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને કીઝોટ્રિક ઈન્ટેલીજન્સ ટ્રેનીંગ એકેડમી ના ઉપક્રમે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરીટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, અંકલેશ્વરના ડીવાયએસપી ડો.કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સાયબર સેમિનારમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગીક વસાહતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા- કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થય રહ્યો છે. રોજ એવી ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે આજના આધુનિક યુગમાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. આજે કેટલાક રોજીંદા કામ સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે.જેને લઇ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધારો નોંધાયો છે. ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટા ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડો.કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરીટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લા ની અંકલેશ્વર,પાનોલી,દહેજ ઝઘડિયા,સાયખા,અને ભરૂચ ઔધોગીક વસાહત ના ઉદ્યોગમંડળના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનાર માં સાયબર ક્રાઇમ સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ,ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંજવાણી સહીતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.