મનપા બનાવશે સ્ટ્રીટ વેન્ડર કમિટી, ફેરિયાને બદલે ભાજપ ‘સેટ’ કરશે!
રાજકોટમાં અલગ અલગ સરકારી વિભાગો દ્વારા સરકારી તેમજ પ્રજા બંનેના પ્રતિનિધિઓને સમાવાય તેવી સમિતિ બનાવાય છે. જોકે આવી સમિતિમાં પ્રજા તરીકે ભાજપના જ નેતાઓ અને કાર્યકરોને બેસાડી દેવાય છે. મનપા ટૂંક સમયમાં ફેરિયાઓની એક સમિતિ બનાવવાની છે તેમાં પણ ફેરિયાઓને બદલે ભાજપના જ કાર્યકરો અને નેતાઓ તે સમિતિમાં પ્રતિનિધિ તરીકે બેસી જાય તેવી પૂરી તૈયારી છે.
મનપાએ સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવી છે જોકે તેમાં હજુ સુધી ફેરિયાઓની વરણી કરાઈ છે. શહેરમાં 87 હોકર ઝોન આવેલા છે આ તમામના અલગ અલગ પ્રશ્નો છે. ખાસ કરીને હોકર ઝોનમાં જે ફેરિયાઓ નિયમ મુજબની ફી ભરે છે તેમને સૌથી મોટો અન્યાય એ હોય છે કે હોકર ઝોનની બહાર ઘણા ફેરિયા ઊભા રહીને ટ્રાફિક તો કરે જ છે પણ સાથે સાથે તેમના વેપારને પણ અસર કરે છે. આ સમસ્યા માટે દબાણ હટાવવાની કામગીરી કરાય છે પણ આ સિવાય નાની મોટી સમસ્યા હોય છે. જે માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટીમાં 87 હોકર ઝોનનું પ્રતિનિધિત્વ કરવા 6 સભ્યની નિમણૂક ચૂંટણી દ્વારા થશે. જોકે અન્ય સમિતિઓની જેમ આમાં પણ ફેરિયાને બદલે લાખોની કમાણી કરતા ખમતીધર નેતાઓને ફેરિયા બનાવી મનપાની સમિતિમાં સભ્ય તરીકે ભાજપના કાર્યકરોને સેટ કરી દેવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.