સમાજ સુરક્ષા કચેરી ગોઘરા તરફથી વિશ્વ નશામુકિત દિવસની કરવામાં આવી ઉજવણી…
જીલ્લા સમાજ સુરક્ષા કચેરી પંચમહાલ દ્વારા 26 જુનને ''International day of Drug abuse and Illicit Trafficking'' દિનની અત્રેના જીલ્લામાં લોકોમાં નશા નાબુદી અંગે જાગૃતિ આવે તે હેતુસર એમ.આર.હાઇસ્કુલ,અડાદરા તા.કાલોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા બાળ સુરક્ષા કચેરીના કર્મચારીશ્રીઓની હાજરીમાં સેમિનાર યોજી ઉજવણી કરવામાં આવી હતી.સદર સેમિનારમાં આજકાલ યુવાનોમાં અને બાળકોમાં નશાકારક ૫દાર્થોનુ સેવન કરવાની પ્રવૃતિ ખુબ ચાલી રહેલ છે. આ નશાકારક ૫દાર્થ પાન બીડી, તંબાકુ, ગુટખા, દારૂના સેવનથી વ્યકિતના શારિરીક ,માનસિક, આર્થિક,સામાજીક, અને કાયદાકીય રીતે કેટલુ નુકશાન થાય છે અને તેના કેવા ખરાબ ૫રિણામ આવી શકે છે અને માનસિક સ્વાસ્થ્ય અને શારિરીક સ્વાસ્થ્ય ઉ૫ર થયેલ અસરોની સારવાર કેવી રીતે થઇ શકે તેની માહિતી આ૫વામાં આવી હતી.
આ ઉ૫રાંત સમાજ સુરક્ષા કચેરી તરફથી ઘોઘંબા તાલુકાના ૫રોલી ગામ ખાતે તથા સમાજ સુરક્ષા કચેરીની સંસ્થાઓ બહેરા મુંગાની શાળા, માનસિક ક્ષતિવાળા કુમારોની શાળા, ચિલ્ડ્રન હોમ, તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે લોકોમાં નશામુકિત અંગે જાગૃતિ આવે તે હેતુથી નશામુકિતની શ૫થો લેવામાં આવી હતી તેવું જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોઘરા જી.પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.