શિક્ષણ દેવો ભવ:”
“શિક્ષણ દેવો ભવ:”
શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષક આલમમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે પણ, નિરાશ અને નિષ્ક્રિય હોય તેવું લાગે છે. વાલી અને શિક્ષકો વચ્ચે પરસ્પર માન અને વિશ્વાસભર્યો સબંધો કેળવાય તેવા ઉમદા વિચાર થી “શિક્ષકને માન આપો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શિક્ષક દેવો ભવ: પ્રવૃતિના ભાગરૂપે આજે શ્રી મનુભાઈ પંચોલી પ્રાથમિક શાળા -249 માં શિક્ષક શ્રી વસંતબેન સાવલિયાને તેમની શાળાના બાળકો ની હાજરીમાં સન્માનિત કરી એવોર્ડ અર્પણ કરેલ છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રેસિડેન્ટ શ્રી વિજય માંગકીયા એ જણાવ્યું કે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે લાગણી અને સન્માનીય સબંધોની જરૂર છે. રાષ્ટ્રની તમામ સમસ્યાઓનો ઉકેલ વર્ગખંડ માંથી નીકળશે એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી વ્યાપકપણે આ વિચાર પહોંચે તે માટે બંને સંસ્થાઓ સંયુક્તક્રમે દર અઠવાડિયે કોઈ એક શાળાના વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકને શાળાએ રૂબરૂ જઈ સન્માનિત કરીશું. “શિક્ષક દેવો ભવ:” પ્રોજેક્ટના ચેરમેન શ્રી રસિકભાઈ સાવલિયા તથા કો-ચેરમેન શ્રી પંકજ ભાઈ રામોલિયા અને શ્રી મયુર ભાઈ ગજેરા તથા સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ બલરે તેમજ રોટેરીયન કિરીટભાઇ વાંકળી, રમેશભાઈ સાવલીયા, ચિંતન પટેલ, નિતેશ વાગડીયા, જતીન કથિરિયા અને ચિરાગ ત્રાપસિયા સહીત રોટેરિયન મિત્રોએ શ્રી વસંતબેન સાવલિયાનુ સન્માન કરી એવોર્ડ અર્પણ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.