રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે 'ઈન સ્કૂલ' ખૂબ જ મહત્વપૂર્ણ યોજના: રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી - At This Time

રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે ‘ઈન સ્કૂલ’ ખૂબ જ મહત્વપૂર્ણ યોજના: રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી


રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે 'ઈન સ્કૂલ' ખૂબ જ મહત્વપૂર્ણ યોજના: રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

છેલ્લા બે વર્ષમાં દાહોદની ઈન સ્કૂલમાં ૪૭૩૯ બાળકોને રાજ્ય સરકાર દ્વારા મળી ભણતર સાથે વિવિધ રમતોની તાલી

*- ખેલપ્રેમી વિદ્યાર્થીઓને શાળા સમય દરમિયાન ફિઝિકલ એજ્યુકેશનના તાસ અને શાળા સમય બાદ ખેલાડીઓને ટ્રેનર્સ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે*
********
'ઈન સ્કૂલ' શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી સુવિધા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના ખેલપ્રેમી વિદ્યાર્થીઓ માટે 'ઈન સ્કૂલ' યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેમાં શિક્ષણની સાથે સાથે રમતગમતની તાલીમ પૂરી પાડવામાં આવે છે. 'ઈન સ્કૂલ' શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવેલા રમતના સાધનો અને મેદાનો માટે કેપિટલ ખર્ચ કરવામાં આવે છે. આ યોજનામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિવિધ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા પસંદ થયેલી શાળાઓમાં વિવિધ રમતના ટ્રેનર્સ પૂરા પાડવામાં આવે છે. એટલું જ નહિ, શાળા સમય દરમિયાન ફિઝિકલ એજ્યુકેશનના તાસ અને શાળા સમય બાદ ખેલાડીઓને ટ્રેનર્સ દ્વારા ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે.

ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું યોગદાન સૌથી વધુ અને મહત્વપૂર્ણ છે. આદિવાસી વિસ્તાર દાહોદના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોમાં રહેલી ખેલ ક્ષમતાને વધુ ઉજાગર કરવા તેમજ તેમને ભણતર સાથે રમત-ગમતની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દાહોદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ‘હાઈ પરફોર્મન્સ સેન્ટર‘ બનાવવામાં આવ્યું છે. તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં આવેલી 'ઈન સ્કૂલ' શાળાઓમાં તાલીમ લેતા ખેલાડીઓ સંદર્ભે પૂછાયેલા પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં આવેલી 'ઈન સ્કૂલ' શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ૪૭૩૯ ખેલાડીઓએ તાલીમ લીધી છે.

ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે ખૂબ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ પણ ઉત્તમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પ્રતિબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.